તલોદના સીમલીયા ગામની મહિલાની 108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ: માતા-બાળકને નવજીવન મળ્યું*

*તલોદના સીમલીયા ગામની મહિલાની 108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ: માતા-બાળકને નવજીવન મળ્યું*
**
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના સીમલીયા ગામની એક સગર્ભા મહિલાને કટોકટીના સમયે 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સમયસર સારવાર અને એમ્બ્યુલન્સમાં જ સુરક્ષિત પ્રસુતિ કરાવી સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
તા. 11/02/2026ના રોજ વહેલી સવારે 2:05 કલાકે 108 ટીમને જાણ કરવામાં આવી હતી કે, પ્રાંતિજ CHC ખાતે દાખલ હીનાબેન દેવેન્દ્રસિંહ ચૌહાણને પ્રસુતિની અસહ્ય પીડા ઉપડી છે અને તેમને વધુ સારવાર માટે રિફર કરવાના છે. આ જાણ થતા જ 108 ની ટીમ તત્કાલ ઘટનાસ્થળે પહોંચી હતી.
EMT અજય ચૌહાણ અને પાયલોટ જયદત્તસિંહ સિસોદિયા પેશન્ટને લઈને હિંમતનગર સિવિલ હોસ્પિટલ જવા રવાના થયા હતા. જોકે, રસ્તામાં મહિલાની તબિયત વધુ લથડતા અને પીડા વધતા, EMT અજય ચૌહાણે ERCP ડૉ. રીચીબેનના માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવાનો નિર્ણય લીધો હતો. 108ની ટીમે કુશળતા પૂર્વક નોર્મલ ડિલિવરી કરાવી બાળક અને માતાનો જીવ બચાવ્યો હતો.
સફળ પ્રસુતિ બાદ માતા અને નવજાત શિશુને પ્રાથમિક સારવાર આપી હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા. મુશ્કેલ સમયમાં દેવદૂત બનીને આવેલી 108ની ટીમનો હીનાબેન અને તેમના પરિવારજનોએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો
જયંતિ પરમાર સાબરકાંઠા




