GUJARATIDARSABARKANTHA

હિંમતનગર નગરપાલિકાનો સ્વદેશી મેળો અને શોપિંગ ફેસ્ટિવલ શરૂ: સાબરકાંઠાના વિવિધ સખી મંડળોના 50 સ્ટોલ,આજ થી 20 ફેબ્રુઆરી સુધી ચાલશે

હિંમતનગર નગરપાલિકાનો સ્વદેશી મેળો અને શોપિંગ ફેસ્ટિવલ શરૂ: સાબરકાંઠાના વિવિધ સખી મંડળોના 50 સ્ટોલ,આજ થી 20 ફેબ્રુઆરી સુધી ચાલશે*
**
હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો અને શોપિંગ ફેસ્ટિવલ 2026’ને હિંમતનગર ધારાસભ્ય વી.ડી. ઝાલાએ રીબીન કાપીને મેળાને ખુલ્લો મૂક્યો હતો.આ મેળો આજથી એટલે કે 11 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી ચાલશે.

ગુજરાત શહેરી આજીવિકા મિશન (DAY-NULM) અંતર્ગત હિંમતનગર નગરપાલિકા દ્વારા આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક કારીગરો, સખીમંડળની બહેનો, લોકલ ઉત્પાદકો, કલા સર્જકો અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે.

‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અને ‘લોકલ ફોર વોકલ’ના સૂત્ર સાથે આયોજિત આ મેળો સવારે 10 થી રાતના 10 દરમિયાન મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે. સાબરકાંઠા જિલ્લાના વિવિધ સખી મંડળોના કુલ 50 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના 20 અને નગરપાલિકાના 30 સખી મંડળના સ્ટોલનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, હિંમતનગર નાગરિક બેંકના ચેરમેન દિલીપ શાહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.પી. પાટીદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, તેમજ પાલિકાના વિવિધ સમિતિના ચેરમેન, સદસ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!