IDARSABARKANTHA

હિંમતનગર ખાતે બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે કેબિનેટ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્યકક્ષા શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાની વર્ચુઅલ ઉપસ્થિતિમાં વિડિઓ કોન્ફરન્સ યોજાઈ

હિંમતનગર ખાતે બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે કેબિનેટ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્યકક્ષા શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાની વર્ચુઅલ ઉપસ્થિતિમાં વિડિઓ કોન્ફરન્સ યોજાઈ*
**
*સાબરકાંઠામાં ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં કુલ ૨૩,૯૨૮ અને ધોરણ ૧૨ માં કુલ ૧૫૯૨૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે*
**

સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં આગામી તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ થી ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે કેબિનેટ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્યકક્ષા શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની વર્ચુઅલ ઉપસ્થિતિમાં સ્થાનિક સબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવા અર્થે વિડિઓ કોન્ફરન્સ યોજાઈ હતી. જે અંતર્ગત સાબરકાંઠામાં કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં આ વિડીયો કોન્ફરન્સ કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી.

આગામી તા.૨૬/૦૨/૨૦૨૬ થી બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે. સમગ્ર રાજ્યમાં મુક્ત,ન્યાયી અને તણાવ મુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા યોજાય તે માટે કેબિનેટ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્યકક્ષા શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાએ જરૂરી સુચનો કર્યા હતા.

આ વિડીયો કોન્ફરન્સમાં પરીક્ષા સંબંધે થયેલ તૈયારીની રૂપરેખા,કેન્દ્રોની સંખ્યા,બ્લોક વ્યવસ્થા,તમામ પરીક્ષા સ્થળો ઉપર યોગ્ય સીસીટીવી વ્યવસ્થા અંગેની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જીલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ, સતત વીજપુરવઠો શરૂ રહે તે માટેનું આયોજન, રૂટ પોલીસ ગાર્ડ, ઝોનલ કચેરી/સ્ટ્રોગરૂમ ઉપર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષા દરમ્યાન કોઈ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં રોકાયેલ અધિકારી/કર્મચારીને જરૂર પડયેથી ફર્સ્ટ એઈડરી વ્યવસ્થા કરવા,ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ વાહન વ્યવહારની સગવડ કરવા વગેરે બાબતે સમીક્ષા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જીલ્લામાં ધો. ૧૦ માં કુલ ૪૨ કેન્દ્રોના ૮૬ બિલ્ડીંગના ૮૩૬ બ્લોક પર ૨૩૯૨૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.ધો. ૧૨ માં સામાન્ય પ્રવાહમાં કુલ ૨૧ કેન્દ્રોના ૪૫ બોલ્ડિંગના ૪૪૦ બ્લોક પર ૧૨૯૭૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધો.૧૨ ના વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૦૬ કેન્દ્રોના ૧૮ બિલ્ડીંગના ૧૫૩ બ્લોક પર ૨૯૪૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

આ વિડિઓ કોન્ફરન્સમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી ક્રિષ્ના વાઘેલા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મીતાબેન ગઢવી,,પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,શિક્ષણ નિરીક્ષકશ્રી સહિત સબંધિત અધિકારીશ્રીઓ જોડાયા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!