ARAVALLIGUJARATMEGHRAJMODASA

હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવ મંદિરો, રેલ્લાવાડાના પંચમુખી સોમેશ્વર મહાદેવ ખાતે ભક્તોની ભારે ભીડ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવ મંદિરો, રેલ્લાવાડાના પંચમુખી સોમેશ્વર મહાદેવ ખાતે ભક્તોની ભારે ભીડ

અરવલ્લી જિલ્લામાં મહા શિવરાત્રી પર્વ નિમિત્તે શિવ મંદિરોમાં ભક્તિભાવનો માહોલ છવાયો છે. મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામ ખાતે આવેલ પંચમુખી સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.મહા શિવરાત્રી પર્વનું અહીં વિશેષ મહત્વ હોવાથી સ્થાનિક ભક્તો સાથે રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા છે. વહેલી સવારે મહાદેવનો મહાભિષેક કરવામાં આવ્યો હતો અને વિશિષ્ટ શણગાર સાથે શિવ સ્વરૂપના દર્શનથી ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો.મંદિર પરિસરમાં આખો દિવસ આસ્થા સાથે ભક્તોની અવરજવર ચાલુ રહેવાની શક્યતા છે. આજના દિવસે મંદિર પરિસરમાં મેળો પણ ભરાયો છે. સાથે જ ભક્તો દ્વારા પ્રસાદી રૂપે કેળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ધાર્મિક માહોલ વધુ ગાઢ બન્યો છે.

Back to top button
error: Content is protected !!