BANASKANTHAGUJARATPALANPUR
વડગામ રણછોડજી મંદિર સંકુલમાં શ્રી અખંડ ધુણો પુનઃ સ્થાપના કરવામાં આવી

16 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ રણછોડજી મંદિર સંકુલમાં શ્રી અખંડ ધુણો પુનઃ સ્થાપના કરવામાં આવી.શ્રી રણછોડજી મંદિર ટ્રસ્ટ સંચાલિત રાધાકૃષ્ણ મંદિર સંકુલ ખાતે રવિવાર મહા શિવરાત્રી ના પાવન પર્વે મેનેજીંગ ટ્રસ્ટી આર.વી.પટેલ , ટ્રસ્ટી કે.એચ.ઉપલાણા તમામ ટ્રસ્ટી મંડળ, ગ્રામજનો ની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી અખંડ ધુણો ની પુનઃ સ્થાપના કરી ગુરૂ મહારાજ ના આશીર્વાદ લીધા હતાં. આ પ્રસંગે મહંત અરવિંદ ગીરી ગુરૂ વાસુદેવ ગીરી, દશનામ ગોસ્વામી પરિવાર ના દિનેશ પુરી ગોસ્વામી, શાસ્ત્રી પ્રવિણભાઈ રાવલ ભાંગરોડીયા પુજારી અરવિંદભાઈ રાવલ, દશૅન ભાઈ રાવલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.તસ્વીર:-અહેવાલ:- પુષ્કર ગોસ્વામી વડગામ 



