BANASKANTHAGUJARATPALANPUR
આદર્શ સાયન્સ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ખાતે સ્પોર્ટ ડે ની ઉજવણી

18 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ સાયન્સ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ખાતે સ્પોર્ટ ડે ની ઉજવણી .
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ વિસનગર સંચાલિત આદર્શ સાયન્સ,આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ખાતે તારીખ: 16/02/ 2026 ના રોજ સ્પોર્ટ ડે નું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિવિધ આઉટડોર ગેમ જેવી કે ગોળા ફેંક ,ચક્ર ફેક, દોડ (100 miter), રસા ખેંચ , કોથળા દોડ, કબડ્ડી , સ્લો સાયકલ અને બોક્સ ક્રિકેટ જેવી ગેમ્સ રાખવામાં આવી હતી. દરેક ગેમ્સ માં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક સ્પર્ધા પૂર્ણ થતા વિજેતાઓ ના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે હળવો અલ્પાહાર પણ રાખવામાં આવ્યો હતો.આથી,સર્વે અધ્યાપકો દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.




