BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરમાં એ.આઈ. ટેકનોલોજી સેમિનાર યોજાયો.

19 ફેબ્રુઆરી જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં એ.આઈ. ટેકનોલોજી સેમિનાર યોજાયો.યુવાઓ અને સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત પાલનપુર: મહેશ્વરી યુવક મંડળ દ્વારા આજ રોજ એ.આઈ. (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ટેકનોલોજી વિષય પર માહિતીસભર અને પ્રેરણાદાયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં યુવાઓ, બહેનો તેમજ સમાજના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.સેમિનારમાં એ.આઈ. ટેકનોલોજીનો આજના સમયમાં ઉપયોગ, શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે તેની અસર તેમજ ભવિષ્યમાં તેની વધતી જતી ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન શ્રી સૌમિલ ચંદિરા દ્વારા આપવામાં આવ્યું. તેમણે સરળ અને સમજાય તેવી ભાષામાં ટેકનોલોજીના પ્રાયોગિક ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું.કાર્યક્રમનું સંચાલન શ્રી સુનીલભાઈ મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યું હતું. સુનીલભાઈ મહેશ્વરી તથા કમિટી અને કારોબારી સભ્યો ના સહકાર અને મહેનતથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.
ઉપસ્થિત સભ્યો દ્વારા આવા જ જ્ઞાનવર્ધક કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજવાની માંગ વ્યક્ત કરવામાં આવી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!