સીવીએમ હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા વાર્ષિક ઉત્સવ ‘નવરંગ 1.0’ની ભવ્ય ઉજવણી

સીવીએમ હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા વાર્ષિક ઉત્સવ ‘નવરંગ 1.0’ની ભવ્ય ઉજવણ
તાહિર મેમણ – આણંદ – 19/02/2026 – સીવીએમ યુનિવર્સિટી દ્વારા સંચાલિત સીવીએમ હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા તા. ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ એડિઆઇટી (ADIT) ઓડિટોરિયમ, ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે કોલેજના વાર્ષિક ઉત્સવ ‘નવરંગ 1.0’ ની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળના ચેરમેન અને સીવીએમ યુનિવર્સિટીના માનનીય પ્રેસિડેન્ટ એન્જિ. શ્રી ભીખુભાઈ બી. પટેલ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમારોહમાં અતિથિ વિશેષ તરીકે અરીબાસ (ARIBAS) ના ચીફ પેટ્રોન્સ શ્રી અશોક પટેલ અને શ્રીમતી રીટાબેન પટેલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, સીવીએમ યુનિવર્સિટીની આયુષ શાખાના ડિરેક્ટર ડૉ. આર. ડી. પટેલ અને પ્રિન્સિપાલ ડૉ. રાકેશ ગોહેલ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.
પ્રિન્સિપાલ દ્વારા સંસ્થાનો વાર્ષિક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં વર્ષ દરમિયાનની શૈક્ષણિક અને અન્ય સિદ્ધિઓની વિગતો આપવામાં આવી હતી. આ સાથે જ, સમગ્ર વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક ક્ષેત્રે, રમતગમત અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, તેમને મહાનુભાવોના હસ્તે પુરસ્કારો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા સંગીત, નૃત્ય, નાટક અને ફેશન શો જેવી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કોલેજના ડૉ. હિના શાહ અને ડૉ. વિક્રમ સોની દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ડૉ. હિના શાહે આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમના સફળ આયોજન બદલ ચારુતર વિદ્યામંડળના માનદ પદાધિકારીઓ મનીષભાઈ પટેલ, શ્રી એસ. જી. પટેલ,
મેહુલભાઈ પટેલ અને શ્રી વિશાલભાઈ પટેલ તેમજ સીવીએમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ડૉ. ઈન્દ્રજીત પટેલ અને રજિસ્ટ્રાર પ્રો. ડૉ. સંદીપ વાલિયા દ્વારા સંસ્થા અને વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.





