GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળિયાના”રોહિશાળામાં ખાખીનો ખોફ ઓગળ્યો? તસ્કરોએ એકસાથે ૭ મકાન-દુકાનોના તાળા તોડ્યા.”

 

​MALIYA (Miyana):માળિયાન”રોહિશાળામાં ખાખીનો ખોફ ઓગળ્યો? તસ્કરોએ એકસાથે ૭ મકાન-દુકાનોના તાળા તોડ્યા.”

 

મોરબી જિલ્લાના માળિયા (મી.) તાલુકાના રોહિશાળા ગામમાં ગત રાત્રિએ તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યો છે. તસ્કરોએ એકસાથે ૩ મકાન, ૨ મંદિર, ૧ દુકાન અને ગ્રામ પંચાયત કચેરીને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે.

તસ્કરોનું આયોજનબદ્ધ ઓપરેશન..? પ્રાપ્ત વિગતો અનુસાર, ચોરીની આ ઘટના રાત્રિના અંદાજે ૧ વાગ્યાથી વહેલી સવારના ૫ વાગ્યા દરમિયાન બની હતી. તસ્કરોએ સૌથી પહેલા ગ્રામ પંચાયત કચેરીને નિશાન બનાવી હતી. ચોંકાવનારી બાબત એ છે કે, ગામની સુરક્ષા માટે મુકાયેલા ૧૨ સીસીટીવી કેમેરાનું ડીવીઆર છેલ્લા એક મહિનાથી રિપેરિંગમાં હોવાથી સિસ્ટમ બંધ હતી. તસ્કરોએ ખાતરી કર્યા બાદ જ આખા ગામમાં ચોરીને અંજામ આપ્યો હોવાનું જણાય છે.



​ધાર્મિક સ્થાનો: કબીર આશ્રમની દાનપેટી તોડી અંદાજે રૂ.૨૦,૦૦૦ની રોકડ અને ઘીની ચોરી કરવામાં આવી હતી. જ્યારે રામજી મંદિરમાંથી ૩ ચાંદીના છતરની ચોરી થઈ છે.
​રહેણાંક મકાનો: ગામના પૂજારી હરિકૃષ્ણ ટીલાવત બહારગામ હોવાથી તેમના બંધ મકાનના તાળા તોડી રોકડ અને ચાંદીના ઘરેણાં ચોરી લેવામાં આવ્યા હતા.વલ્લભભાઈ કાલરીયાની દુકાનમાંથી તેલની બોટલો, ચા, માવા અને પરચૂરણ સામાનની ચોરી થઈ હતી.


​તંત્રની બેદરકારી અને ગ્રામજનોનો રોષ ​રોહિશાળામાં હાલ વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે એક મહિનાથી સીસીટીવી સિસ્ટમ બંધ હોવા છતાં તેનું રિપેરિંગ કરવામાં આવ્યું નહોતું, જેનો સીધો લાભ તસ્કરોને મળ્યો છે. એક જ રાતમાં આટલા બધા સ્થળોએ ચોરી થતા પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થયા છે.હાલમાં આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!