ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ જિલ્લા પોલીસ યુનિટમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે યોજાયો મેડિકલ ચેકઅપ કેમ્પ

આણંદ જિલ્લા પોલીસ યુનિટમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે યોજાયો મેડિકલ ચેકઅપ કેમ્પ

તાહિર મેમણ – આણંદ – 20/02/2026 – આણંદ જિલ્લા પોલીસ યુનિટમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ કરીને 50 વર્ષ કરતાં વધુ ઉંમરના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ નો મેડિકલ ચેકઅપ કેમ્પ આણંદ ખાતેની બી એન. પટેલ પેરામેડિકલ ઇન્સ્ટિટયૂટ ખાતે રાખવામાં આવ્યો હતો.

 

નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે એન પંચાલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને લાંબા સમય સુધી ફરજ બજાવવાની હોય છે.પોલીસ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ફીટ રહે તે માટે તથા સ્ટ્રેસ ફ્રી ફરજ બજાવી શકે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણીના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગના અધિકારી, કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

 

આણંદ જિલ્લામાં ફરજ બજાવતા અને ખાસ કરીને જેમની ઉંમર 50 વર્ષ કરતાં વધુ છે તેવા પોલીસ યુનિટના આજે પ્રથમ દિવસે 113 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા હતા.

 

પંચાલે વધુમાં જણાવ્યું કે આજે પ્રથમ દિવસે 100 વ્યક્તિઓની મેડિકલ તપાસ કરવાની હતી, જેની સામે 113 વ્યક્તિઓની મેડિકલ તપાસ કરવામાં આવી છે અને બાકી રહેલ પોલીસ અધિકારી કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ આગામી સપ્તાહમાં કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!