BHARUCHBHARUCH CITY / TALUKO
ભરૂચ જીઆઈડીસીમાં આવેલ તુષાર ટ્રાન્સફોર્મર નામની કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી


સમીર પટેલ, ભરૂચ
ભરૂચની ભોલાવ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી તુષાર ટ્રાન્સફોર્મર નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતા જ કંપનીમાંથી ઉંચી ઉંચી અગ્નિજ્વાળા અને ધુમાડાના ગોટેગોટા ઉઠતા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા, જેના કારણે આસપાસના ઉદ્યોગોમાં પણ ચિંતા ફેલાઈ હતી.આગની જાણ થતાં જ નગર સેવા સદન તથા જીએનએફસીના કુલ પાંચ ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.પ્રાથમિક માહિતી મુજબ, ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી.ઇન્ડ્રસ્ટીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.



