ANANDANAND CITY / TALUKOGUJARAT
મેમણ સમાજ આણંદ દ્ધારા SIR પ્રક્રિયા માહિતી ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

મેમણ સમાજ આણંદ દ્ધારા SIR પ્રક્રિયા માહિતી ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.
તાહિર મેમણ – આણંદ – 22/02/2026 – આણંદ મુકામે મેમણ સમાજ દ્વારા ચૂંટણી કમિશન ગુજરાત દ્વારા નવી યાદી જાહેર કરવામાં આવી છે તેમાં પોતાના નામ છે કે નથી તેને ચેક કરવા હેતુ સ્થાનિક BLO ની મદદ થી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આણંદ મેમણ સમાજ ની સાથે રેલવે ફાટક પાસે આવેલ સોસાયટી ના રહીશો ને પણ ખૂબ જ અસમંજસ હતું તેમના પણ નામ ચેક કરી આપવમાં આવ્યા સાથે નવા ફોર્મ કઈ રીતે ભરવા તેની માહિતી પણ આપવામાં આવી.આ પ્રોગ્રામ માં ખાસ શૈલેષ ભાઈ મેકવાન,અનિલ ભાઈ ભોઇ અને ફૈઝાન ભાઈ નો મદદ કરી.આ સમગ્ર આયોજન મેમણ સમાજ ના પ્રમુખ ઈલિયાસ ભાઈ મેમણ,ઉપ પ્રમુખ તુફેલ મેમણ અને સેક્રેટરી આસિફ ભાઈ મેમણ દ્વારા કરવામાં આવ્યું.





