MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) 2.0 અંતર્ગતના BLC ઘટક હેઠળ નવી અરજી કરવા રાત્રી સભાનું આયોજન

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) 2.0 અંતર્ગતના BLC ઘટક હેઠળ નવી અરજી કરવા રાત્રી સભાનું આયોજન
મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)2.0 અંતર્ગત BLC (બેનીફીશીયરી લેડ કન્ટ્રકશન) ઘટક હેઠળ નવી અરજી સ્વીકારવા અને આવાસ વિહોણા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળવાપાત્ર લાભોથી માહિતગાર કરવા રાત્રી-સભાનું આયોજન કરવામાં આવેલ છે. આ રાત્રી સભામાં PMAY (U)2.0 અંતર્ગતના કોને અને કેવી રીતે લાભ મળવાપાત્ર થાય છે તેની વિગતવાર માહિતી મોરબી મહાનગરપાલિકાના આવાસ વિભાગ આપવામાં આવશે તો પોતાના સપનાના નવીન ઘરના બાંધકામ કરવા ઈચ્છુક આવાસ વિહોણા લોકોને આ રાત્રીસભામાં પધારવા અનુરોધ કરવામાં આવે છે.
મોરબી મહાનગરપાલિકાની ક્લસ્ટર-૭ ની કચેરી (જૂનું વિશ્વકર્મા બાલમંદિર),વાંકાનેર દરવાજા પાસે,મોરબી.તા. ૨૪/૦૨/૨૦૨૬ મંગળવાર (સમય: રાત્રીના ૦૭:૦૦ થી ૦૮:૦૦ સુધી)









