ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જામનગર જિલ્લાના અલિયાબાડામાં આવેલી દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માતૃભાષાના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો અને ભાષા પ્રત્યે ગૌરવની ભાવના વિકસાવવાનો હતો. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. હીરજી સિંચ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માતૃભાષાનું સાંસ્કૃતિક, શૈક્ષણિક અને માનસિક વિકાસમાં રહેલું મહત્વ સમજાવ્યું અને માતૃભાષાના સંવર્ધન માટે સૌને પ્રેરિત કર્યા. તાલીમાર્થી શ્રુતિબહેને વાચિકમ સ્વરૂપે ઝવેરચંદ મેઘાણી કૃત વાર્તાનું ભાવસભર પ્રસ્તુતિ કરી હતી. તાલીમાર્થી દેવાંશીબહેન ચાવડાએ “મળી માતૃભાષા મને ગુજરાતી” ગીત રજૂ કરીને કાર્યક્રમમાં સાહિત્યિક રંગ ભરી દીધો. સંસ્થાના ટ્રસ્ટી હિમાંશુભાઈ અજાબિયા સાહેબે તાલીમાર્થીઓને માતૃભાષા દિવસની શુભેચ્છાઓ પાઠવી અને માતૃભાષાના જતન અને પ્રચાર માટે પ્રેરણા આપી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલીમાર્થી પ્રતિક્ષાબહેન જોષીએ સંભાળ્યું હતું.આ કાર્યક્રમનું આયોજન અધ્યાપક ડૉ.નિધિબહેન અગ્રાવત દ્વારા આચાર્યશ્રી ડૉ.રૂપલબેન માંકડના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
«
Prev
1
/
122
Next
»
સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલની ફરી એક યુવાન ડૂબી જવાની ઘટના
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN
MORBI:મોરબીમાં ચકચારી જમીન દલાલની હત્યા કેસમાં પાંચ આરોપી ઝડપાયા