MORBI:મોરબી દશનામ ગોસ્વામી સમાજનો ભવ્ય 15 મો સમૂહ લગ્નોત્સવ યોજાયો

MORBI:મોરબી દશનામ ગોસ્વામી સમાજનો ભવ્ય 15 મો સમૂહ લગ્નોત્સવ યોજાયો
દીકરીઓને કરિયાવરમાં સોના ચાંદીના દાગીના ફ્રીજ સહીત કીમતી વસ્તુ ભેટ અપાઈ
જગતમાં કન્યાદાનથી મોટું કોઈ દાન નથી વેર વહેમ વ્યસન છુટી જાય તો જીવન ધન્ય બની જાય- મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી
મોરબીમાં શ્રી દશનામ ગોસ્વામી સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ ગોસ્વામી પ્રવીણભારતી ચંદ્રકાંતભારતી ટીમ દ્વારા મોરબીના રામધન આશ્રમ ખાતે દશનામ ગોસ્વામી સમાજનો ધામધૂમથી ભવ્ય 15 મો સમૂહ લગ્નઉત્સવ યોજાયો હતો જેમાં 5 યુગલો લગ્નગ્રંથિમાં જોડાયા હતા આ સમૂહલગ્નમાં દીકરીઓને કર્યાવરમાં સોના ચાંદીના દાગીના ફ્રિજ સહિત ગૃહ ઉપયોગી 79 થી વધુ ચીજ વસ્તુઓ ભેટ અપાઇ હતી આ સમૂહ લગ્નમાં સંતો મહંતો સૌરાષ્ટ્ર ગુજરાતના ગોસ્વામી સમાજના આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રામધન આશ્રમ ના મહંત ભાવેશ્વરીબેન તેમજ શ્રી મહામંડલેશ્વર 1008 પરમ પૂજ્ય શ્રી રતનેશ્વરીદેવીજી એ નવદંપતીઓને આશીર્વાદ આપી જણાવ્યું હતું કે
વેર વહેમ વ્યસન આજીવનમાં ત્રણ વસ્તુ છુટી જાય ને જીવન ધન્ય બની જાય વધુમાં જણાવ્યું કે વ્યસન સાથે ફેશનને લગ્નના ખોટા ડેકોરેશન માં ખોટા ખર્ચ બંધ થાય ને આવા સમુહલગ્નમાં દરેક પરિવાર જોડાઈ તો એક સાથે આટલા મોટા સમાજના દર્શન થાય સમાજનું સંગઠન એકતા મજબૂત બને સમાજના એકબીજા પરિવારોના સંબંધો વધુ મજબૂત બને હળીમળીને રહે એ આ સમૂહ લગ્નના આયોજન થી જોવા મળે છે વધુમાં તેને નાના બાળકો માં મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ની ટેવ ન પાડો એને વધુમાં વધુ ભણાવો તેને ધર્મને સંસ્કૃતિ સંસ્કાર આપો વધુમાં આ પ્રસંગે પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી એ જણાવ્યું કે નવદંપતિથીઓને તેના વાલીઓને જણાવ્યું હતું નાની નાની બાબતે એકબીજાની ભૂલ થાય તો માથાકૂટ કર્યા વગર એકબીજા જતું કરવાની ભાવના રાખો જો એક પરિવાર તેની લાડકી દીકરીને પરણાવી ને તમારા પરિવારમાં મોકલે છે તો તમે પણ તેને તમારી વહુ ના બદલે દીકરી તરીકે રાખો તો ઘરકંકાશને છૂટાછેડા ના સમાજમાં પ્રશ્નો નહીં બને સમૂહલગ્ન એ લગ્નવિધિ પૂરતો સીમિત નથી પરંતુ સમાજમાં પરસ્પર પ્રેમ સહયોગ સંસ્કારનું વાવેતર કરતો ઉત્સવ છે.
સમૂહલગ્ન એ એકતામાં શક્તિનો સંદેશ આપે છે આવો પ્રસંગ સમાજને એક મંચ પર સાથે લાવી પરસ્પર ભાઈચારો મજબૂત બતાવે છે આ દશનામ ગોસ્વામી સમાજનો આ પ્રયાસ નવી પેઢી માટે પ્રેરણારૂપ છે અને સમાજ સેવાના ક્ષેત્રે ઉતમ ઉદાહરણ પૂરું પાડે છે તેમજ આ પ્રસંગે જાણીતા ભજનીક અને લોકગાયીકા રીટાબેન ગોસ્વામી અને રમીલાબેન ગોસ્વામી એ દીકરી વિશે ઓ મેરી લાડકી ગીત ગાઈ ને સહુ ને ભાવવિભોર કરી દીધા હતા આ સમૂહલગ્ન માં ઉપસ્થિત સંતો મહંતો આગેવાનોએ સમૂહ લગ્નના આયોજનને બિરદાવી આયોજક પ્રવીણભારતી સહિત ટીમ નું સન્માન કર્યું હતું. મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા છેલ્લા 15 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન માત્ર ગોસ્વામી સમાજના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવે છે આ સમૂહલગ્નના આયોજનને સફળ બનાવવા સમિતિના ગોસ્વામી પ્રવીણભારતી ચંદ્રકાંતભારતી, ડો જયદીપપુરી મનસુખપુરી, પ્રવીણગીરી વસંતગીરી,રાજેશપુરી બટુકપુરી સહિત સેવાભાવી સભ્યોએ તન મન ધન થી સહયોગ આપી જહેમત ઉઠાવી હતી.











