BHARUCHNETRANG

નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે “જનજાતીય ગૌરવ વર્ષ” થીમ પર વાર્ષિકોત્સવ તથા ઇનામ, પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, નેત્રંગ ખાતે “જનજાતીય ગૌરવ વર્ષ” થીમ આધારિત રજત જયંતી વિશેષ વર્ષ પર વાર્ષિકોત્સવ તથા ઇનામ વિતરણ સમારોહ કોલેજના આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયો.

સમારોહના અધ્યક્ષ અને ઉદ્ઘાટક ડૉ.પદ્મનાભી એસ.નાગર (પ્રો. વનસ્પતિશસ્ત્ર વિભાગ, એમ.એસ. યુનિવર્સિટી વડોદરા)ના હસ્તે સમારોહને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય કરી અને પ્રાથના બાદ કોલેજ ના આચાર્ય ડૉ.જી.આર.પરમાર દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કર્યું હતું.

સાથે જ શૈક્ષણિક વર્ષ : ૨૦૨૫-૨૬માં શૈક્ષણિક ક્ષેત્રે તેમજ કોલેજની વિવિધ પ્રવૃતિઓ જેવી કે, સપ્ત ધારાની વિવિધ પ્રવૃતિઓ, રમત ગમત, એન.એસ.એસ. અને વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃતિઓ માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દરેક વિદ્યાર્થીઓનું ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય મહેમાન જય ખોલિયા (ફિલ્મ મેકર – ગ્રાફિક ડિઝાઇનર), યોગેશ પવાર (તાલુકા વિકાસ અધિકારી નેત્રંગ), વર્ષાબેન દેશમુખ (જિલ્લા પંચાયત સભ્ય), હસમુખભાઈ પટેલ (કોલેજના જમીનદાતા), હરેન્દ્રસિંહ દેશમુખ (સરપંચ ગ્રામ પંચાયત નેત્રંગ) ઉપસ્થિત રહી આં સમારોહને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સાંસ્કૃતિક સમિતિના સંયોજક ડૉ. જે.પી. વૈષ્ણવ, સપ્તધારા સંયોજક વી. એ. ભરવાડ આઈ.ક્યુ.એ.સી. કો ઓર્ડીનેટર ડૉ.એમ. પી. શાહ અને સમગ્ર કૉલેજ પરિવારના તમામ અધ્યાપક મિત્રો , વિદ્યાર્થીઓ અને આઉટસોર્સિંગ સ્ટાફનો સહયોગ રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!