ARAVALLIGUJARATMEGHRAJMODASA

ભિલોડાના મનરેગાના ટેકનિકલ આસિસ્ટન્ટે યુવતી સાથેના દુષ્કર્મનો મામલો – ટેકનીકલને સબજેલ ખાતે મોકલી અપાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ભિલોડાના મનરેગાના ટેકનિકલ આસિસ્ટન્ટે યુવતી સાથેના દુષ્કર્મનો મામલો – ટેકનીકલને સબજેલ ખાતે મોકલી અપાયો

ભિલોડા તાલુકા પંચાયતમાં મનરેગા શાખાના ટેકનિકલ આસિસ્ટન્ટ એ મેઘરજની ૨૫ વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી ઉત્તર ભારતના અલગ-અલગ સ્થળો પર લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતુ યુવતીએ લગ્ન કરવા માટે દબાણ કરતાં આરોપીએ યુવતીને તરછોડી દેતાં યુવતીએ મેઘરજ પોલીસમાં આરોપી વિરૂધ્ધ ગુનો નોધાવતાં પોલીસે આરોપીને જડપી પાડી કોર્ટમાં રજુકરી
સબજેલ ખાતે મોકલી અપાયો હતો

હિંમતનગરના રાયગઢ ગામનો મહેશ પરશુરામ ઓડ મેઘરજ તાલુકા પંચાયતની મનરેગા શાખામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો તે દરમિયાન નગરની એક ૨૫ વર્ષીય યુવતી સાથે પ્રેમસબંધ બંધાયો હતો ડીસેમ્બર ૨૦૨૫ માં મહેશ ઓડ ની બદલી ભિલોડા તાલુકા પંચાયત ખાતે થઇ હતી છતાં યુવતી સાથે ફોન પર કોન્ટેક ચાલુ રાખ્યો હતો ગત ૨૮ જાન્યુઆરીના રોજ મહેશ ઓડ મેઘરજ ખાતે આવી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી દિલ્હી જમ્મુકાશ્મીર.પંજાબ લઇ ગયો હતો અને ત્યાં યુવતી સાથે કુકર્મ આચર્યુ હતુ ૨૫ દિવસ સુધી મહેશ ઓડ એ યુવતી સાથે દુષ્કર્મ આચરી છેલ્લે પોલીસમાં હાજર કરી તરછોડી દીધી હતીજે ઘટનામાં યુવતીએ મેઘરજ પોલીસમાં આરોપી.મહેશ પરશુરામ ઓડ રહે.રાયગઢ તા.હિંમતનગર વિરૂધ્ધ ફરીયાદ નોધાવતાં પોલીસે ગણત્રીના સમયમાં આરોપીને જડપી પાડ્યો હતો બીજા દીવસે આરોપીને મેઘરજ કોર્ટમાં હાજર કરતાં કોર્ટે સબજેલ મોડાસા ખાતે આરોપીને મોકલી આપવાનો આદેશ કરતાં પોલીસે આરોપીને સબજેલ ખાતે મોકલી આપ્યો હતો

Back to top button
error: Content is protected !!