કેશોદ ઝોન (જોન નં. 109) હેઠળ ધોરણ 10ની એસએસસી બોર્ડ પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં લેવાઈ રહી છે 12 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે સુચારૂ આયોજન – 43 બિલ્ડિંગ અને 388 બ્લોક સાથે કડક પોલીસ બંદોબસ્ત
કેશોદ ઝોન (જોન નં. 109) હેઠળ ધોરણ 10ની એસએસસી બોર્ડ પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં લેવાઈ રહી છે 12 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે સુચારૂ આયોજન – 43 બિલ્ડિંગ અને 388 બ્લોક સાથે કડક પોલીસ બંદોબસ્ત

ઝોનલ ઓફિસર ગર્લ્સ હાઇસ્કૂલના આચાર્ય જ્યોતિબેન રૂપાપરાની દેખરેખ હેઠળ સમગ્ર આયોજન સુચારૂ રીતે અમલમાં મૂકવામાં આવ્યું છે. આ વર્ષે કેશોદ ઝોનમાં અંદાજે 12 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાર્થીઓને અનુકૂળ અને પારદર્શક વાતાવરણ મળે તે માટે 43 પરીક્ષા બિલ્ડિંગ નિર્ધારિત કરવામાં આવ્યા છે તેમજ કુલ 388 બ્લોક ફાળવવામાં આવ્યા છે. દરેક કેન્દ્ર પર જરૂરી સુવિધાઓ અને દેખરેખ માટે સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ જળવાઈ રહે તે માટે સરકારી પ્રતિનિધિઓ અને સ્થળ સંચાલકોની બેઠક યોજાઈ હતી, જેમાં માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી.પોલીસ વિભાગ દ્વારા પણ તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સતત પેટ્રોલિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થા દ્વારા વિદ્યાર્થીઓ નિર્ભયતાપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.ઝોનલ ઓફિસર જ્યોતિબેન રૂપાપરાએ જણાવ્યું હતું કે, “કેશોદ ઝોનમાં એસએસસી બોર્ડ પરીક્ષા સંપૂર્ણ શાંતિ અને નિયમિતતા સાથે ચાલી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓનો સકારાત્મક સહકાર મળતા પરીક્ષા વ્યવસ્થા સફળતાપૂર્વક આગળ વધી રહી છે. પરીક્ષાની શરૂઆત પહેલાં ભારત વિકાસ પરિષદ તથા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને તિલક લગાવી અને મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધ્યો હતો. આ રીતે સચોટ આયોજન અને સંકલનના કારણે કેશોદ ઝોનમાં એસએસસી બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક લેવાઈ રહી છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






