GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના રણમલપુરમાં વીજ પોલ નાખવા બાબતે વૃદ્ધ પર હુમલો ત્રણ શખ્સોએ હુમલો કર્યો 

HALVAD:હળવદના રણમલપુરમાં વીજ પોલ નાખવા બાબતે વૃદ્ધ પર હુમલો ત્રણ શખ્સોએ હુમલો કર્યો 

 

હળવદ તાલુકાના રણમલપુર ગામે વીજ થાંભલો ઊભો કરવા જેવી ક્ષુલ્લક બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ગામના એક ૬૧ વર્ષીય વૃદ્ધ ખેડૂતને ત્રણ શખ્સોએ લાકડી વડે માર મારી, જાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. આ મામલે હળવદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​મળતી માહિતી મુજબ, રણમલપુર ગામે રહીને ખેતીકામ કરતા પુનાભાઈ દેવાભાઈ રાઠોડ (ઉ.વ. ૬૧) નામના વૃદ્ધ સાથે ગામના જ ત્રણ શખ્સોએ ઝઘડો કર્યો હતો. વિવાદનું મુખ્ય કારણ વીજ પોલ (થાંભલો) ઊભો ન કરવા બાબતનું હતું. આ બોલાચાલી દરમિયાન ઉશ્કેરાયેલા શખ્સોએ વૃદ્ધને બેફામ ગાળો આપી હતી.​ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓએ લાકડી વડે પુનાભાઈ પર હુમલો કરી શારીરિક ઈજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં, આરોપીઓએ વૃદ્ધને તેમની જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી (હડધૂત કરી) સામાજિક રીતે પણ માનસિક પીડા આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.

​પુનાભાઈ રાઠોડે આ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે:​હરજીભાઇ કરમશીભાઇ રબારી – નરેશભાઇ હરજીભાઇ રબારીખોડાભાઇ ગોવિંદભાઇ રબારી પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મારપીટ, ગાળાગાળી, ધમકી વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!