
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – સરકારી બી.એડ. કોલેજ, મેઘરજ ખાતે KCG અને RUSAના સહયોગથી રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ
મેઘરજ: સરકારી બી.એડ. કોલેજ, મેઘરજ ખાતે Knowledge Consortium of Gujarat (KCG) અને Rashtriya Uchchatar Shiksha Abhiyan (RUSA)ના સહયોગથી આજ રોજ રાષ્ટ્રીય કોન્ફરન્સનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં શિક્ષણક્ષેત્રના વિદ્વાનો, સંશોધકો અને વિદ્યાર્થીમિત્રોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.કાર્યક્રમના મુખ્ય અતિથિ અને કી-નોટ વક્તા તરીકે Children’s Research Universityના કુલપતિ ટી.એસ. જોશી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રેરણાદાયક કી-નોટ એડ્રેસમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અમલીકરણ, ગુણવત્તાસભર શિક્ષણ અને સંશોધનના મહત્વ પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
તજજ્ઞ વક્તવ્ય માટે ડૉ. સાગર આર. દવે (OSD, NEP Cell, KCG), ડૉ. સંદીપભાઈ બોરીચા, મદદનીશ પ્રાધ્યાપક, M.N.K. College of Education for Women, અને ડૉ. જી.એસ. પટેલ, મદદનીશ પ્રાધ્યાપક, A.G. Teachers College ઉપસ્થિત રહ્યા હતા. તમામ તજજ્ઞોએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ સંલગ્ન વિવિધ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી અને શિક્ષણક્ષેત્રમાં આવનારા પરિવર્તનો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું.
આ કોન્ફરન્સમાં કુલ ૨૧૮ પ્રતિભાગીઓએ હાજરી આપી હતી અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ સાથે સંકળાયેલા વિવિધ વિષયો પર પોતાના સંશોધન અને અભ્યાસ પત્રો રજૂ કર્યા હતા. ચર્ચા-વિમર્શ અને પ્રશ્નોત્તરી સત્ર દ્વારા શૈક્ષણિક મંતવ્યોનું સકારાત્મક આદાન-પ્રદાન થયું હતું.કોલેજના આચાર્ય ડૉ. રામભાઈ ચોચા અને કોન્ફરન્સના કન્વીનર દ્વારા કાર્યક્રમનું આયોજન સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું હતું અને ઉપસ્થિત મહાનુભાવોએ કોલેજના પ્રયત્નોને બિરદાવ્યા હતા. આ કોન્ફરન્સ દ્વારા શિક્ષણક્ષેત્રમાં સંશોધનપ્રવૃત્તિ અને શૈક્ષણિક ગુણવત્તા વૃદ્ધિને નવી દિશા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.





