
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ચાસવડ ખાતે ડૉ.રવિરાજ જાધવ. રિજનલ ડાયરેક્ટર, પશ્ચિમ વિભાગ,બાયફના અધ્યક્ષ સ્થાને વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની બેઠક યોજાઇ હતી. આ પ્રસંગે ડૉ .હેમંત.આર.શર્મા , વિસ્તરણ શિક્ષણ નિયામક, નવસારી કૃષિ યુનિવર્સિટી, ડૉ.ડી.ડી.પટેલ,ડીન અને આચાર્ય,કોલેજ ઓફ એગ્રિકલ્ચર, ભરૂચ, જે.આર.મોરી જોઇન્ટ રિજનલ ડાયરેક્ટર,બી.આઇ.એસ.એલ.ડી,ગુજરાત, ડૉ.અનિલ ચિન્ચમાલતપુરે, જોઇન્ટ ડાયરેક્ટર,સેન્ટ્રલ સોઇલ ક્ષાર સંશોધન સંસ્થા, ભરૂચ, એચ.ડી.પટેલ,નાયબ બાગાયત નિયામક,ભરૂચ, ડૉ. કે.વિ.પટેલ,સંશોધન વૈજ્ઞાનિક, રિઝનલ કપાસ સંસોધન કેન્દ્ર, ડૉ.આર.બી.પટેલ, મદદનીશ પ્રોફેસર,એન.એ.આર.પી,કોલેજ ઓફ એગ્રિકલ્ચર, ભરૂચ, મિસ.સુજા.સીબુ,ડી.ડી.એમ.નાબાર્ડ, પ્રોફેસર મહેશ.ડી.લાડ, નવસારી કૃષિ યુનિવર્સિટી, ડૉ.સંદીપ.સી.સાંગાણી, પ્રાધ્યાપક,બાગાયત, કોલેજ ઓફ એગ્રિકલ્ચર, ભરૂચ, એસ.વાય, સોલાનીયા, પ્રાદેશિક ઘાસચારા સંશોધન કેન્દ્ર, ધામરોડ, એમ.એમ.ગોહિલ, રેંજ ફોરેસ્ટ ઑફિસર,વાલિયા, સનમુખભાઇ ભક્તા, હિમાંશુભાઈ ભક્તા, મુકેશભાઇ પટેલ,ચાસવડ સરપંચ ચાસવડ, યોગેશ મેઘપરા, લશ્મણ ખોસે અદાણી ફાઉંડેશન,નેત્રંગ, ખેડૂત પ્રતિનિધી અંબુભાઈ વસાવા, છિતુભાઈ ચૌધરી અને સુમિત્રાબેન વસાવા,વગેરે ઉપસ્થિત રહ્યા હતા શરૂઆતમાં કે.વી.કે ચાસવડના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા મહેન્દ્રભાઈ પટેલે મિટિંગમાં આવેલ સર્વે મહેમાનોને આવકારી ગત વર્ષ યોજાયેલ વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની મિનીટસનું વાંચન કરી એક્શન ટેકન રિપોર્ટ રજૂ કર્યો હતો તેમજ કેવીકેના વૈજ્ઞાનિકો દ્વારા વર્ષ ૨૦૨૫-૨૦૨૬ નો પ્રગતિ અહેવાલ અને વર્ષ ૨૦૨૬ -૨૦૨૭ આયોજન અહેવાલ રજૂ કરેલ હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ડૉ.રવિરાજ જાધવ દ્વારા બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચાલતી કામગીરીથી પ્રભાવિત થયા હતા તેમજ ખેડૂતો માટે વધુ ઉપયોગી બની માર્ગદર્શન આપવા જણાવ્યુ હતુ.
ડૉ .હેમંત.આર.શર્મા, વિસ્તરણ શિક્ષણ નિયામક દ્વારા કેવીકે ભરુચ દ્વારા ચાલતી કૃષિ પ્રવૃતિઓને બિરદાવી હતી સાથે કૃષિ યુનિવર્સિટી દ્વારા જે પણ સંસોધનો થાય છે તેની માહીતી ખેડૂતો સુધી પહોચાડવા જણાવ્યું હતુ તેમજ પ્રાકૃતિક કૃષિને પણ વધુમા વધુ ખેડૂતો અપનાવે તે માટે જરૂરી આયોજનો કરવા જણાવ્યું હતુ . ખેડૂત પ્રતિનિધી અંબુભાઈ વસાવા,છિતુભાઈ ચૌધરી અને સુમિત્રાબેન વસાવા,વગેરે ઉપસ્થિત રહ્યા હતા કેવીકે દ્વારા આપવામાં આવેલ વિવિધ પાકોના નિદર્શનો વિષે પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.



