ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ – પ્રથમ જ દિવસે 392 ડોઝ આપવામાં આવ્યા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ – પ્રથમ જ દિવસે 392 ડોઝ આપવામાં આવ્યા

આજ તા. 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ સમગ્ર દેશમાં ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) સામે સુરક્ષા પૂરું પાડવા માટે રાષ્ટ્રીય HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દેશસ્તરે આ અભિયાનનો શુભારંભ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે કરવામાં આવ્યો હતો.ગુજરાત રાજ્યમાં પણ આ અભિયાનનો પ્રારંભ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો છે અને રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કામગીરી શરૂ કરવામાં આવી છે.

અનુસંધાને અરવલ્લી જિલ્લામાં જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે માનનીય કલેકટર શ્રી તેમજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી ના માર્ગદર્શન હેઠળ HPV રસીકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ અભિયાનનો શુભારંભ જિલ્લા તથા દરેક તાલુકાઓમાં પદાધિકારી  તથા ગામના આગેવાનો દ્વારા યોજવામાં આવેલ જિલ્લા પ્રમુખ પ્રિયંકાબેન ડામોર દ્વારા બાઠીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તરણીઓને HPV રસીકરણ કાર્યક્રમમાં હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ હતું આ અભિયાન અંતર્ગત 14 વર્ષ થી 15 વર્ષ વચ્ચેની કિશોરીઓને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી  તેમજ આરસીએચઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રથમ જ દિવસે અરવલ્લી જિલ્લામાં કુલ 392 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.HPV રસી ગર્ભાશયના મુખના કેન્સર જેવી ગંભીર બિમારી સામે અસરકારક રક્ષણ પૂરું પાડે છે. રસી સંપૂર્ણપણે સુરક્ષિત અને વૈજ્ઞાનિક રીતે માન્ય છે.જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા માતા-પિતાને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાની દીકરીઓને સમયસર HPV રસી અપાવી સરકારના આ જનહિતકારી અભિયાનને સફળ બનાવે.

Back to top button
error: Content is protected !!