GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ-૧૩૮ મુજબના કેસોમાં ઓન-લાઈન પેમેન્ટ અંગેની ફેસીલીટી અંતર્ગત QR Codes અને UPI Links ની સુવિધા શરૂ કરવા બાબત

સાબરકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ-૧૩૮ મુજબના કેસોમાં ઓન-લાઈન પેમેન્ટ અંગેની ફેસીલીટી અંતર્ગત QR Codes અને UPI Links ની સુવિધા શરૂ કરવા બાબત
**

સાબરકાંઠા જીલ્લામાં નામદાર ગુજરાત હાઈકોર્ટના જણાવ્યા મુજબ નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા ની ફોજદારી અપીલ નં.૧૭૫૫/૨૦૧૦ ના તા.૨૫/૦૯/૨૦૨૫ ના હુકમમાં દર્શાવેલ પેર-૩૬(સી) માં જણાવ્યા મુજબ જ્યારે ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ-૧૩૮ મુજબ નો ગુન્હો કોઈ પક્ષકાર ઉપર થયો હોય ત્યારે જો (પક્ષકાર) આરોપી ચેક ની રકમ પ્રારંભીક તબક્કે જ ઓન-લાઇન જમા કરવી શકે તે હેતુ થી સુરક્ષિત QR Codes અને UPI Links ની સુવિધા જિલ્લાની તમામ કોર્ટોમાં કરવામાં આવી છે.
આ સુવિધાથી ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ-૧૩૮ હેઠળ કેસોના ઝડપી સમાધાનને સરળ બનાવવા માટે, દરેક જિલ્લા કોર્ટના મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ સુરક્ષિત QR કોડ અથવા UPI લિંક્સ દ્વારા સમર્પિત ઓનલાઈન ચુકવણી સુવિધાઓ બનાવશે અને કાર્યરત કરાશે. ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ-૧૩૮ ના કેસના સમન્સમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવશે કે સામાવાળા/આરોપીને પ્રારંભિક તબક્કે જ ચેકની રકમની ચુકવણી કરવાનો વિકલ્પ રહેશે અને ફરિયાદીને આવી ચુકવણીની પણ જાણ કરવામાં આવશે અને પ્રાપ્તિની પુષ્ટિ થયા પછી, ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ-૧૪૭ અને/અથવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ ૨૫૫ હેઠળ આવા નાણાં છોડવા અને કાર્યવાહીને ચક્રવૃદ્ધિ/બંધ કરવા અંગે યોગ્ય આદેશો કોર્ટ દ્વારા કાયદા અનુસાર પસાર કરી શકાય છે. આ પગલું પ્રારંભીક સ્ટેજ પર સમાધાનને પ્રોત્સાહન આપશે અને/અથવા કેસોના ઝડપી નિકાલની ખાતરી કરશે.
જો કોઈ પક્ષકાર (આરોપી) ઉપર ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ-૧૩૮ નો ગુન્હો નોંધાયેલ હોય તેવા કિસ્સામાં તે પક્ષકાર (આરોપી) ઉપર ચેક રિટર્ન ની ફરિયાદ દાખલ થયેલ છે તેમાં જે ચેક ની રકમ અત્રેની જિલ્લા અદાલતના બેન્ક ખાતાના સુરક્ષિત QR Codes અને UPI Links માં જમા કરાવી તેના કેસની આગળની કાર્યવાહી નો સમાધાનથી અંત લાવી શકે છે જેથી વધુમાં વધુ પક્ષકારો (આરોપી) ને લાભ લેવા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ
સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!