MORBI:મોરબી જૂના સાદુળકા ગામે શક્તિ માતાજીના મંદિરમાં તસ્કરોના ઘામા

MORBI:મોરબી જૂના સાદુળકા ગામે શક્તિ માતાજીના મંદિરમાં તસ્કરોના ઘામા
મોરબી: જિલ્લામાં તસ્કર ટોળકીઓ હવે ધાર્મિક સ્થાનોને નિશાન બનાવી રહી હોય તેમ લાગી રહ્યું છે. મોરબી તાલુકાના જૂના સાદુળકા ગામે આવેલ સુપ્રસિદ્ધ શક્તિ માતાજીના મંદિરમાં તસ્કરોએ ત્રાટકીને ચાંદીના છતર અને રોકડ રકમની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે.
જૂના સાદુળકા ગામે રહેતા 70 વર્ષીય કનુભા રઘુભા ઝાલાએ આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર:અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે મંદિરના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
મંદિરમાં સ્થાપિત મૂર્તિ પરના 750 ગ્રામ ચાંદીના છતર (કિંમત આશરે ₹48,000) ની ચોરી કરવામાં આવી છે.
સાથે જ મંદિરની દાનપેટીમાંથી આશરે રૂ.2,000 ની રોકડ રકમ પર પણ હાથ સાફ કર્યો છે.પોલીસ કાર્યવાહી કુલ રૂ.50,000 ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.








