WAKANER:વાંકાનેર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ‘AAA ગ્રુપ’ દ્વારા સેવાનું અમૃત; શહેરમાં 5 સ્થળોએ ઠંડા પાણીના પરબ શરૂ

WAKANER:વાંકાનેર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ‘AAA ગ્રુપ’ દ્વારા સેવાનું અમૃત; શહેરમાં 5 સ્થળોએ ઠંડા પાણીના પરબ શરૂ
વાંકાનેર શહેરની સેવાકીય સંસ્થા અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ (AAA GROUP) દ્વારા આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા શહેરના મુખ્ય 5 વિસ્તારોમાં રાહદારીઓ માટે ઠંડા પાણીના પરબ ખુલ્લા મુકવામાં આવ્યા છે.
આ સેવાકાર્યનો પ્રારંભ જૈન શાસનના નિયમ અનુસાર ૩ નવકાર મંત્ર ગણીને ભક્તિભાવ સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વાંકાનેરના ઉત્સાહી ચીફ ઓફિસર શ્રી ધવલભાઈ વેકરીયા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના વરદહસ્તે અને AAA ગ્રુપના તમામ સભ્યોની હાજરીમાં પાણીના પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નગરજનોની સુવિધા માટે નીચે મુજબના પાંચ સ્થળોએ પાણીના પરબ કાર્યરત કરવામાં આવ્યા છે:
ભાવિકા એન્ટરપ્રાઇઝ: રસાલા રોડ,અજય ટ્રેડર્સ: દાણાપીઠ ચોક આગળ,રામ રસ (શ્યામ વાડી આગળ): HDFC બેંક સામે,સૌરાષ્ટ્ર હેર સલૂન: દિવાનપરા મેઈન રોડ,આદ્યશક્તિ ટેલિકોમ: જીનપરા મેઈન રોડ, બાલમંદિર પાસે
આ તમામ પરબ આગામી 100 દિવસ સુધી (જાહેર રજાઓ સિવાય) અવિરતપણે કાર્યરત રહેશે. AAA ગ્રુપ દ્વારા વાંકાનેરની પ્રેમાળ જનતાને આ સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. સંસ્થાએ આ કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ અને ચીફ ઓફિસર સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.










