WAKANER:વાંકાનેર વાહન લે-વેચના જૂના ડખ્ખામાં બે જૂથો વચ્ચે અથડામણ, સામસામી ફરિયાદ




WAKANER:વાંકાનેર વાહન લે-વેચના જૂના ડખ્ખામાં બે જૂથો વચ્ચે અથડામણ, સામસામી ફરિયાદ


શહેરની ભાટીયા સોસાયટીમાં વાહન લે-વેચના પૈસાની જૂની અદાવત રાખીને બે પક્ષો વચ્ચે છરી, પાઇપ અને ધોકા ઉછળ્યા હતા. આ હિંસક અથડામણમાં કાર વડે કચડી નાખવાનો પ્રયાસ અને તોડફોડની ઘટના બનતા બંને પક્ષોએ વાંકાનેર સિટી પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાવી છે.
પ્રથમ પક્ષની ફરિયાદ: કાર વડે ટક્કર મારી છરીથી હુમલો
સંજયભાઈ રાણાભાઇ ખાંડેખા (ઉ.વ. ૩૨) એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, સાત-આઠ મહિના પહેલા વાહન લે-વેચના પૈસા બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી હરપાલસિંહ કિશોરસિંહ ઝાલા અને તેમના સાથીઓએ હુમલો કર્યો હતો.હરપાલસિંહ, કિશોરસિંહ, રવિરાજસિંહ, પુષ્પરાજસિંહ (રહે. ભાટીયા સોસાયટી) અને શિવરાજસિંહ તથા મહેન્દ્રસિંહ (રહે. વઘાસિયા).આરોપીઓએ સ્વિફ્ટ અને બોલેરો કારમાં આવી હરેશભાઈ પર છરીથી હુમલો કર્યો હતો. આ ઉપરાંત, શિવરાજસિંહ ઝાલાએ મારી નાખવાના ઇરાદે સ્વિફ્ટ કાર વડે ટક્કર મારી ઈજાઓ પહોંચાડી હતી.
સામા પક્ષની ફરિયાદ: કારમાં તોડફોડ અને ગાળાગાળી
બીજી તરફ વઘાસિયા ગામના શિવરાજસિંહ સહદેવસિંહ ઝાલા (ઉ.વ. ૩૦) એ વળતી ફરિયાદ નોંધાવી છે.
આરોપીઓ: સંજયભાઈ ખાંડેખા, બળદેવભાઈ, હરેશભાઈ, અંકુર રાજગોર, શિવાજી રાજગોર, રાહુલ રાજગોર, રોહિત અને રમેશ રાજગોર. જૂની અદાવતમાં આરોપીઓએ શિવરાજસિંહની સ્વિફ્ટ કારના આગળ-પાછળના કાચ પર ધોકા અને પાઇપ વડે હુમલો કરી નુકસાન પહોંચાડ્યું હતું અને ગાળાગાળી કરી હોવાનો આક્ષેપ કર્યો છે.વાંકાનેર સિટી પોલીસે બંને પક્ષોની રજૂઆતના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



