પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે મોડી રાત્રે બોડેલી પોલીસને મળેલ બાતમી આધારે બોડેલી પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પોલીસ જવાનો એએસઆઈ ધનસુખભાઈ ઠાકરશીભાઈ, દિનેશભાઈ બચુભાઈ, શશીકાંત રજનીકાંત, રમણભાઈ રડતાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ, વિજયભાઈ મનહરભાઈ, તથા કિશનભાઈ જનીયાભાઈ નાઓ બોડેલી જબુગામ રોડ પર આવેલ મેરીયા બ્રિજ પર વોચ માં હતા તે દરમિયાન છોટાઉદેપુર તરફથી બાતમી મુજબની સફેદ કલરની ટાટા અલ્ટ્રા HP.93 – A.8193 રજીસ્ટ્રેશન નંબર વાળી ટ્રક આવતા તેને ખાનગી વાહનની આડસ કરી ઉભી રખાવી હતી અને ટ્રકના ચાલક સાથે બાજુમાં બેસેલ અન્ય વ્યક્તિને નીચે ઉતારી પંચોની રૂબરૂમાં ટ્રકની તપાસ કરતા ટ્રકમાં પાછળના ભાગે ભરેલ પત્તા ગોબી હટાવીને જોતા નીચે ખાખી કલર ના બોક્સ માં રૂપિયા 17,13,960/- ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની વિવિધ બ્રાન્ડની કુલ 6,388 નાની મોટી બોટલોનો જથ્થો મળી આવ્યો હતો જે સાથે રૂપિયા 5,000/- ની કિંમતના બે મોબાઈલ ફોન તેમજ રૂપિયા 42,500/- રોકડા તેમજ રૂપિયા 25,00,000/-ની કિંમતની ટ્રક અને રૂપિયા 22,000 ની કિંમતની બગડી ગયેલ પત્તા ગોબી મળી કુલ રૂપિયા 42,83,460/-નો મુદ્દામાલ સાથે જયદેવ પરસારામ રાજપુત ઉં.વ. 26 રહે. સાંઈ 412, મુ.બલેરા, તા. અરકી જી સોનલ (હિમાચલ પ્રદેશ) છોટુરામ બાબુરામ હિન્દુ રાજપુત ઉંમર વર્ષ 32 રહે પલેટ 37 તા. નાલાગઢ જી. સોનલ, (હિમાચલ પ્રદેશ) એમ બે ઇસમોને પકડી બોડેલી પોલીસ સ્ટેશન લઈ આવી બંને આરોપીઓ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરી કરતા હોય બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ ટ્રક ડ્રાઇવર આરોપી જયદેવ પરસારામ રાજપુતને પકડાયેલ દારૂના જથ્થા બાબતે પૂછપરછ કરતા તેણે ઇન્દોરથી એક માણસે ટ્રક લઈ જઈ ગાડીમાં પત્તા ગોબી લોડિંગ કરી રોડ ઉપર ગાડી અને ગાડીમાં ભરેલ પત્તા ગોબીની ભીલડી બનાવી આપેલ અને તેણે જણાવેલ કે આ માલ વડોદરા ઉતારવાનો છે તો વડોદરા પહોંચી મને ફોન કરજો પછી તને આ માલ ક્યાં ખાલી કરવાનો છે તે જણાવીશ તેમ જણાવ્યું હોવાનું આરોપી જયદેવ પરસારામ રાજપુતે જણાવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.રિપોર્ટર તોસીફ ખત્રી
«
Prev
1
/
122
Next
»
કોમર્શિયલ ગેસના બાટલાના બુકિંગ બંધ, જેથી ઘણી ફેક્ટરીઓમાં તાળા મારવા જેવી સ્થિતિ આવી: ઈસુદાન ગઢવી
સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલની ફરી એક યુવાન ડૂબી જવાની ઘટના
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN