GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: યુનિવર્સિટી રોડ પર રેસ્ટોરન્ટ-ફરસાણની દુકાનોમાં ઘરેલુ સિલિન્ડરના વપરાશ બાબતે સઘન ચેકિંગ હાથ ધરાયું : સિલિન્ડર સીઝ કરાયા

તા.૧૩/૩/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી આશિષભાઈ ઝાપડાના માર્ગદર્શન હેઠળ મામલતદાર, શહેર (પશ્ચિમ) અને પુરવઠા નિરીક્ષકની ટીમ દ્વારા આજ રોજ જે. કે. ચોક અને યુનિવર્સિટી રોડ ખાતે આવેલી હોટલો, રેસ્ટોરન્ટ, ટી સ્ટોલ, ફરસાણની દુકાન, નાસ્તા હાઉસ તથા ફાસ્ટ ફુડ સ્ટોર પર ઘરેલુ સિલિન્ડરના વપરાશ બાબતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ દરમિયાન જે. કે. ચોક નજીક આવેલા ‘કૈલાશ ફરસાણ’માં ઘરેલુ સિલિન્ડરનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ થતો હોવાથી ઇન્ડેન કંપનીના ત્રણ ગેસ સિલિન્ડર તેમજ ‘શ્રી હરિ ફાસ્ટ ફુડ’માંથી ઇન્ડેન કંપનીનો એક ગેસ સિલિન્ડર એમ કુલ ચાર સિલિન્ડર સીઝ કરી, તેને જપ્ત કરીને ગેસ એજન્સી ખાતે જમા કરાવવામાં આવ્યા હતા.

ઉપરાંત, તમામ ખાદ્ય પદાર્થોની દુકાન અને રેસ્ટોરન્ટના સંચાલકોને નિયમો અનુસાર કામગીરી કરવા અંગે સમજ આપવામાં આવી હતી, તેમ જિલ્લા પુરવઠા કચેરીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!