WAKANER:વાંકાનેરમાં સોનાના બિસ્કિટના નામે છેતરપિંડી: શ્રમિક પરિવાર પાસેથી 5 લાખ પડાવી ત્રણ શખ્સો ફરાર




WAKANER:વાંકાનેરમાં સોનાના બિસ્કિટના નામે છેતરપિંડી: શ્રમિક પરિવાર પાસેથી 5 લાખ પડાવી ત્રણ શખ્સો ફરાર

શહેરમાં ફરી એકવાર સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ સક્રિય થઈ હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાંકાનેરના એક શ્રમિક યુવાન અને તેની માતાને વિશ્વાસમાં લઈ, અસલી સોનાના બદલે નકલી ઘરેણાં ધાબડી દઈ રૂપિયા 5 લાખની ઠગાઈ આચરવામાં આવી છે.

વાંકાનેરમાં રહી મજૂરી કામ કરતા સતિષભાઈ હરસુખલાલ ચારોલીયા (ઉ.વ. 25) એ આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપીઓ રામકુભાઈ માથાસુરીયા (રહે. અમરેલી) અને અન્ય બે અજાણ્યા શખ્સો.મોડસ ઓપરેન્ડી: આરોપીઓએ સતિષભાઈ અને તેમની માતાને પહેલા હોલમાર્ક વાળા અસલી સોનાના ઘરેણાં બતાવ્યા હતા. આ ઘરેણાં સસ્તામાં એટલે કે 5 લાખ રૂપિયામાં આપી દેવાની લાલચ આપી વિશ્વાસ જીત્યો હતો. સોદો નક્કી થયા બાદ, જ્યારે નાણાંની લેતી-દેતી થઈ ત્યારે આરોપીઓએ ચાલાકી વાપરી અસલી ઘરેણાંના બદલે ખોટા (બનાવટી) ઘરેણાં પધરાવી દીધા હતા અને રોકડા 5 લાખ રૂપિયા લઈને રફુચક્કર થઈ ગયા હતા.
પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતા સતિષભાઈએ પોલીસનો સંપર્ક કર્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસે આ મામલે ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે:નોંધાયેલ કલમો: ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 316(2), 318(4), અને 54 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.હાલ પોલીસ દ્વારા ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે.


