GUJARATIDARSABARKANTHA

રાયગઢ ખાતે સામાજિક વર્તણૂંક પરિવર્તન સંચાર કાર્યક્રમ યોજાયો

રાયગઢ ખાતે સામાજિક વર્તણૂંક પરિવર્તન સંચાર કાર્યક્રમ યોજાયો
*

સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા તથા લોકોમાં સકારાત્મક વર્તણુક પરિવર્તન લાવવા માટે આયુષ્માન આરોગ્ય મંદિર, રાયગઢ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી રાજ સુતરીયા ની ઉપસ્થિતિ માં સામાજિક વર્તણુક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ ઉપસ્થિત નાગરિકોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી આરોગ્ય યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.તેમણે ખાસ કરીને ગર્ભાશયના મુખના કેન્સરથી બચાવ માટે કિશોરીઓમાં HPV રસીકરણના મહત્વ પર ભાર મૂક્યો અને સમાજમાં આરોગ્યલક્ષી જાગૃતિ વધારવા માટે સૌએ સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી.

કાર્યક્રમ દરમિયાન કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા આરોગ્યલક્ષી મુદ્દાઓ અંગે લોકોમાં વૈજ્ઞાનિક સમજણ વિકસે અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરણા મળે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ખાસ કરીને ક્ષયરોગ (TB) નિવારણ અને સમયસર સારવારનું મહત્વ, વ્યસનમુક્ત અને સ્વસ્થ જીવનશૈલી, સંતુલિત પોષણ અને માતા-બાળ આરોગ્ય, તેમજ અતિ જોખમી સગર્ભા માતાઓની સમયસર ઓળખ અને સંભાળ જેવા મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પીઅર એજ્યુકેટર દ્વારા રોલ પ્લે, પ્રદર્શન અને સંવાદાત્મક રજૂઆત દ્વારા ગ્રામજનોને સરળ અને અસરકારક રીતે આરોગ્ય સંદેશાઓ પહોંચાડવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી જેસીંગભાઈ પટેલ , મેડિકલ ઓફિસર અદાપુર,આરોગ્ય વિભાગની ટીમ, સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!