THARADVAV-THARAD

થરાદ APMC દ્વારા ગરમીમાં રાહત: શહેરભરમાં પાણીની પરબો અને છાંયડાની વ્યવસ્થા શરૂ

વાત્સલ્યમ. સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ શહેરમાં ઉકળતા તાપમાન વચ્ચે લોકોને રાહત આપવા માટે APMC માર્કેટ દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે. કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની પરબો અને છાંયડાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

શહેરમાં ગામડાંમાંથી આવતા લોકો તેમજ સ્થાનિક નાગરિકોને ગરમીમાં ખાસ કરીને પીવાના પાણી અને આરામ માટે છાંયડાની ખૂબ જરૂર પડતી હોય છે. આ જરૂરીયાતને ધ્યાનમાં રાખીને APMC દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થા લોકોને મોટી રાહતરૂપ સાબિત થઈ રહી છે.

આ પ્રસંગે APMCના ચેરમેન શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ભેમજીભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, રૂપસિંહભાઈ પટેલ (માંગરોળ) સહિત માર્કેટના અગ્રણીોએ હાજરી આપી હતી અને આ સેવાકીય કામગીરીને સફળ બનાવવા માટે સહકાર આપ્યો હતો.

ગરમીના સમયમાં માનવસેવાના આ કાર્યને લોકો દ્વારા વખાણવામાં આવી રહ્યુંછે.

Back to top button
error: Content is protected !!