GUJARATJUNAGADHKESHOD

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે કેશોદમાં યુવા ભાજપ દ્વારા અનોખી પહેલ, 200 ઘરોમાં માળા અને બર્ડ ફીડરનું વિતરણ

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે કેશોદમાં યુવા ભાજપ દ્વારા અનોખી પહેલ, 200 ઘરોમાં માળા અને બર્ડ ફીડરનું વિતરણ

20મી માર્ચ ‘વિશ્વ ચકલી દિવસ’ નિમિત્તે કેશોદ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા પર્યાવરણ અને પક્ષી સંરક્ષણ માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી. આ અવસરે શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઈને ચકલીના માળા, પાણીના કુંડા તથા બર્ડ ફીડરનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આ અભિયાન અંતર્ગત અંદાજે 200 જેટલા ઘરોમાં સામગ્રી વિતરણ કરીને લોકોમાં ચકલી સહિતના નાના પક્ષીઓના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. શહેરમાં વધતા કોંક્રીટના જંગલ અને પર્યાવરણમાં થતાં ફેરફારોને કારણે ચકલીના અસ્તિત્વ પર પડતા ખતરને ધ્યાનમાં રાખીને આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જુનાગઢ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી કર્મેશ મહેતા, તેજલબા ધુસ, કેશોદ શહેર યુવા ભાજપ પ્રમુખ તેજસભાઈ કીકાણી, શહેર યુવા મોરચા મહામંત્રી અભિષેક ડોમડીયા તેમજ સાથી મહામંત્રી મયુરભાઈ કારિયા સહિત યુવા કાર્યકરો સક્રિય રીતે જોડાયા હતા. આ પ્રસંગે પૂર્વ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, કેશોદ ભાજપ પ્રમુખ હિરેન ભોરણીયા, ભાજપ અગ્રણી પ્રવીણભાઈ ભાલારા અને ભરતભાઈ કોરિયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ પહેલને વખાણી હતી કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે ચકલી આપણા પર્યાવરણનું મહત્વપૂર્ણ અંગ છે અને તેના સંરક્ષણ માટે દરેક નાગરિકે પોતાનો ફાળો આપવો જોઈએ. આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે છે અને પ્રકૃતિ સાથેનો સંબંધ વધુ મજબૂત બને છે આ રીતે કેશોદમાં ઉજવાયેલા વિશ્વ ચકલી દિવસને અર્થપૂર્ણ બનાવતા યુવા મોરચાના આ પ્રયાસને શહેરમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!