KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના શક્તિપુરા નર્મદા કેનાલ નજીક બાઇક સ્લિપ થતાં ૪૫ વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત.

 

તારીખ ૦૫/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશનની હદમાં નર્મદા કેનાલ પાસે મોટર સાઇકલ સ્લિપ થઈ જતાં ગંભીર રીતે ઘવાયેલા ચાલકનુ વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે કાલોલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, બાકરોલ ગામના હરસિધ્ધી માતાના મંદિર પાસે રહેતા વનરાજસિંહ રામસિંહ મહિડા (ઉં.વ. ૪૫) ગત તારીખ ૩૧/૦૫/૨૦૨૬ના રોજ રાત્રે આશરે ૧૧:૦૦ વાગ્યે હાલોલ જી.આઇ.ડી.સી. સ્થિત સુપ્રિમ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી પોતાની નોકરી પૂરી કરીને મોટર સાઇકલ (નંબર: GJ-17-BD-6775) લઈને ઘરે પરત ફરી રહ્યા હતા.તે દરમિયાન નર્મદા કેનાલ શક્તિપુરા સી આર ગેટથી થોડે આગળ ખાંખરીયા તરફ જતા રોડ પર તેમની બાઇક અચાનક સ્લિપ ખાઇ ગઇ હતી. બાઇક સ્લિપ થવાના કારણે વનરાજસિંહને માથાના ભાગે, જમણા હાથની કોણીએ તેમજ બરડાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ ઇજાગ્રસ્ત વનરાજસિંહને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલના SICU સર્જરી EF યુનિટમાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ ઘટના અંગે મૃતકના મોટા ભાઇ કનકસિંહ રામસિંહ મહિડાએ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!