વાવ-થરાદમાં કાયદો-વ્યવસ્થા મજબૂત કરવા રેન્જ આઇ.જી પરિક્ષિતા રાઠોડની અચાનક મુલાકાત
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
બનાસકાંઠા રેન્જની આઇજી પરિક્ષિતા રાઠોડે નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાની એસ.પી. કચેરીની સત્તાવાર મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે જિલ્લાના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસ વિભાગની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
આ અવસરે તેમણે જનભાગીદારીને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી હતી અને જણાવ્યું હતું કે નવો જિલ્લો હોવાને કારણે પોલીસ અને પ્રજા વચ્ચે સંકલન અનિવાર્ય છે. તેમણે નાગરિકોને પોલીસ સાથે સહકાર આપી સુરક્ષિત સમાજ નિર્માણમાં જોડાવા અપીલ કરી હતી.
આગામી સમયમાં વડાપ્રધાનની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સાથે જ, વાવ-થરાદ જિલ્લો આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો હોવાથી સરહદી સુરક્ષા અને સંબંધિત પડકારોને પહોંચી વળવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ફરિયાદીઓને ઝડપી અને યોગ્ય ન્યાય મળે તે માટે પોલીસ વિભાગ પ્રતિબદ્ધ છે અને લોકોની સુખાકારી જળવાઈ રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે…




