
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખડકાળા ખાતે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલા દ્વારા જયપાલસિંહ મુંડાજીની પ્રતિમા પર પુષ્પ અર્પણ કરી ફૂલહાર અને દીપ પ્રગટ કરી ભાવભીની શ્રદ્ધાજંલી અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ બંધારણ સમિતિમા આદિવાસી બાબતોમાં ડ્રાફટિંગ કરનાર અને અનુસૂચિ 5-6 અને 20 જેટલાં હકો અપાવનાર જયપાલસિંહ મુંડાને સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી.જેમાં ડો.પ્રદીપભાઈ ગરાસિયા,ડો.નિરવ ભુલાભાઇ પટેલ,નિવૃત સચિવ અશોકભાઈ પટેલ,ડો.એ.જી.પટેલ,ડો.ઝવેરભાઈ પટેલ,સરપંચ રાકેશભાઈ પટેલ,લાલુભાઇ પટેલ,ભાવિક,મુકેશભાઈ,ચંદ્રકાન્તભાઈ,હેમંતભાઈ,હિતેશભાઈ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તમામે એકસૂરે આ સર્કલ પર તંત્ર દ્વારા તત્કાલિન આઇસીએસ અધિકારી અને ઓલીમ્પિકમા હોકીની રમતમા ભારત દેશને સુવર્ણ ચંદ્રક અપાવનાર ડો.જયપાલસિંહ મુંડાજીની પૂર્ણકદની પ્રતિમા સ્થાપવામાં આવે તેમજ તેમને ભારત રત્ન આપવામાં આવે એવી માંગ કરી હતી.





