GUJARATNANDODNARMADA

નર્મદા : કોમર્શિયલ ગેસ અને ડીઝલની માંગ સાથે રાજપીપળામાં હોટલ એસોસિએશન દ્વારા આવેદન 

નર્મદા : કોમર્શિયલ ગેસ અને ડીઝલની માંગ સાથે રાજપીપળામાં હોટલ એસોસિએશન દ્વારા આવેદન

 

ગેસની અછતના કારણે નાના વ્યવસાયો બંધ થવાની આરે, વેપારીઓ ચિંતામાં

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

ઈરાન ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં કાચા તેલ અને ગેસની અછત ઉભી થઈ છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને લીધે નર્મદા જિલ્લાના હોટલ વ્યવસાય ઉપર પણ વિપરીત અસર જોવા મળી રહી છે જેના કારણે ચિંતામાં મુકાયેલા હોટલ ફરસાણ વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓએ આજે રાજપીપળા કલેકટર કચેરી ખાતે પુરવઠા વિભાગમાં એક આવેદનપત્ર આપ્યું જેમાં કોમર્શિયલ ગેસ અને ડીઝલની માંગ કરવામાં આવી

આજે નર્મદા જિલ્લાના હોટલ ઓનર્સ એસોસિએશન દ્વારા પુરવઠા શાખામાં રજૂઆત કરાઈ હોટલ સંચાલકો જણાવી રહ્યા છે કે યુદ્ધના કારણે ગેસના બોટલમાં ખેંચ સર્જાય છે જેના કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર આપવામાં આવતા નથી ત્યારે કેટલાક હોટલ સંચાલકો હોટલ સંચાલકો અને ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ ડીઝલ ભટ્ટીનો ઉપયોગ કરીને પોતાનું વ્યવસાય માંડ ચલાવી રહ્યા હતા ત્યારે છેલ્લા બે દિવસથી તેઓને ડીઝલ નહીં મળતા હવે તેમના વ્યવસાય બંધ થવાના આરે ઉભા છે ત્યારે તેઓએ માંગ કરી છે કે તેમને કોમર્શિયલ સિલિન્ડર તેમજ ડીઝલ યોગ્ય માત્રામાં પૂરું પાડવામાં આવે.

 

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હજારો પ્રવાસીઓ આવે છે ઉપરાંત હાલ નર્મદા પરિક્રમા કરવા લાખો શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે ગેસની અછત ના કારણે હોટલ સંચાલકોને ખૂબ મુશ્કેલી ઉભી થઈ છે હોટલ વ્યવસાય ઠપ થશે તો પ્રવાસન ઉપર પણ માઠી અસર પડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે

રાજપીપળા કલેક્ટર કચેરીની સામે એક ખમણની દુકાન ગેસના બોટલના અભાવે બે દિવસથી બંધ રાખવાનો વારો આવ્યો છે તેના સંચાલકે દુઃખ સાથે પોતાની વ્યથા ઠાલવી હતી

Back to top button
error: Content is protected !!