GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી અંગે સઘન ઝુંબેશ: સરકારી કચેરીઓ અને હોસ્પિટલોમાં અપાઈ ટ્રેનિંગ

 

 

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી અંગે સઘન ઝુંબેશ: સરકારી કચેરીઓ અને હોસ્પિટલોમાં અપાઈ ટ્રેનિંગ

 

શહેરમાં આગ જેવી દુર્ઘટનાઓ સામે પૂર્વતૈયારી રાખવા અને જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા (Fire Department) દ્વારા વ્યાપક સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી છે. ગત તા. ૧૭/૦૩/૨૦૨૬ થી ૨૮/૦૩/૨૦૨૬ દરમિયાન શહેરની વિવિધ સંસ્થાઓમાં તાલીમ અને ચેકિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.



​ફાયર વિભાગ દ્વારા આ સમયગાળા દરમિયાન ખાસ ટ્રેનિંગ સેશન યોજવામાં આવ્યા હતા, જેની વિગતો નીચે મુજબ છે:
​સરકારી કચેરીઓ: ૩ કચેરીઓના કુલ ૩૪ કર્મચારીઓને આગ બુઝાવવાના સાધનોનો ઉપયોગ કરવાની તાલીમ અપાઈ.
​હોસ્પિટલ: ૦૧ હોસ્પિટલના ૨૫ સ્ટાફ મેમ્બર્સને ઈમરજન્સી સમયે ફાયર પ્રિવેન્શનની પદ્ધતિઓ સમજાવવામાં આવી.
​તપાસ અને નોટિસની કામગીરી ​માત્ર તાલીમ જ નહીં, પણ નિયમોનું પાલન કરાવવા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું:સ્થળ તપાસ: શહેરની વિવિધ સમાજવાડીઓ, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરાઈ.​કાયદેસરની કાર્યવાહી: જે બિલ્ડિંગો પાસે માન્ય ફાયર NOC નહોતું, તેમને તાત્કાલિક અસરથી નોટિસ ફટકારવામાં આવી છે અને જરૂરી ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના અપાઈ છે.​સકારાત્મક પરિણામો ​તંત્રની કડક કાર્યવાહીના કારણે લોકોમાં જાગૃતિ જોવા મળી છે:​અગાઉ અપાયેલી નોટિસના પગલે અત્યાર સુધીમાં ૧૯૫ કોમ્પ્લેક્ષ અને ૩૮ સમાજવાડીઓમાં ફાયર સિસ્ટમ લગાવવાની કામગીરી પૂર્ણ અથવા પ્રગતિ હેઠળ છે.
​આ સમયગાળામાં નવી ૦૫ ફાયર સેફ્ટી અપ્રુવલ માટેની અરજીઓ પ્રાપ્ત થઈ છે, જે આગળની કાર્યવાહી માટે R.F.O. કચેરી ખાતે મોકલી આપવામાં આવી છે.​મોરબીના નાગરિકો ફાયર સેફ્ટીના સાધનોના ઉપયોગથી માહિતગાર થાય અને કોઈ પણ નાની-મોટી હોનારત સમયે તાત્કાલિક અગ્નિશમન શાખાનો સંપર્ક કરી જાન-માલનું નુકસાન અટકાવી શકાય તે જ આ સમગ્ર ઝુંબેશનો મુખ્ય હેતુ છે.”

Back to top button
error: Content is protected !!