GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:વી.એમ.શાહ સ્કૂલ કેમ્પસ ખાતે 27 માર્ચ થી 2 જી એપ્રિલ સુધી ની:શુલ્ક યોગ શિબિરનુ યોજાશે

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૫.૩.૨૦૨૬

હાલોલ ના ગોધરા રોડ સ્થિત વી.એમ.શાહ સ્કૂલ કેમ્પસ ખાતે રોજ કરો યોગ રહો નિરોગ ના એમ સાથે 27 માર્ચ થી 2 જી એપ્રિલ સુધી સવારે 5.30 થી 7.30 દરમ્યાન પ.પૂ. યુગઋષિ સ્વામી રામદેવજી મહારાજ,પતંજલિ યોગપીઠ હરિદ્વારની પાવન પ્રેરણા તથા માર્ગદર્શન હેઠળ ભારત સ્વાભિમાન,પતંજલિ યોગ સમિતિ, યુવા ભારત, પતંજલિ કિશાન સેવા સમિતિ, ભારતીય શિક્ષા બોર્ડ હાલોલ દ્વારા સપ્ત દિવસીય ની:શુલ્ક યોગ શિબિર નું આયોજનનું અયોજન કરવામાં આવ્યું છે.આ યોગ શિબિરમાં સ્વામી રામદેવજીના શિષ્ય ડો.સ્વામી પરમાથેદેવજી મહારાજ અને ભારત સ્વાભિમાન ટ્રસ્ટ ગુજરાત ના રાજ્ય પ્રભારી યોગી લક્ષમણભાઇ ગુરવાની યોગ કરાવનાર છે.હાલ આ યોગ શિબિર ને લઇ યોગ સમિતિ હાલોલ દ્વારા તેની તડામાર તૈયારીઓ સાથે આખરી ઓપ આપી રહ્યા છે.અને હાલ માં છેલ્લા ચાર દિવસ થી સવારે 5.30 થી 7.30 દરમ્યાન યોગ ની તાલીમ યોગી લક્ષમણભાઇ ગુરવાની દ્વારા આપવામાં આવી રહી છે.આજના અર્વાચીન યુગમાં સ્વસ્થ અને સંતુલિત જીવન માટે યોગ એક અનિવાર્ય જીવનપદ્ધતિ બની ગયો છે. આ પરિપ્રેક્ષ્યમાં પંચમહાલ જિલ્લામાં હાલોલ ખાતે એક વિશેષ સપ્ત દિવસીય નિઃશુલ્ક યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે,જે સમગ્ર જિલ્લામાં આરોગ્ય અને સકારાત્મકતા માટે એક અનોખો અવસર બની રહ્યો છે. બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, શિક્ષકો, શ્રમજીવી, પોલીસ, અધિકારીઓ તેમજ વૃદ્ધજનો માટે યોગ જીવનની સંજીવની સમાન છે, જે શરીર, મન અને આત્માનું સંતુલન સ્થાપિત કરી સ્વસ્થતા, એકાગ્રતા અને આનંદ તરફ દોરી જાય છે.આ યોગ શિબિરના મુખ્ય માર્ગદર્શક પૂજ્ય ડૉ. સ્વામી પરમાર્થદેવજી મહારાજ છે,જે પ.પૂ. સ્વામી રામદેવજી મહારાજના પ્રિય શિષ્ય અને પતંજલિ યોગપીઠ સાથે સંકળાયેલા અનુભવી યોગાચાર્ય છે. તેમના માર્ગદર્શન હેઠળ હજારો લોકોએ યોગ દ્વારા આરોગ્ય અને નવી જીવનદિશા મેળવી છે. આ શિબિરના મુખ્ય આયોજક તરીકે લક્ષ્મણ ગુરુવાનીજીની પ્રેરણાદાયી ભૂમિકા રહી છે.વોકમેન ઓફ ઈન્ડિયા તરીકે ઓળખાતા ડૉ. રાજુ એમ. ઠક્કર એ જણાવ્યું હતું કે તંદુરસ્ત યુવાન એ ભારતની ધરોહર છે, યોગ જીવનનો સાર છે, પ્રાકૃતિક આહાર જીવનનું અમૃત છે અને પર્યાવરણ સંરક્ષણ સાથે વિશ્વામિત્રી શુદ્ધિકરણ ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે.આ શિબિરમાં યોગ, પ્રાણાયામ, ધ્યાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં આવશે, જે અનેક શારીરિક અને માનસિક તકલીફોમાં રાહત આપવા સહાયક બનશે. જેને લઇ હાલોલ ખાતે યોજાનાર આ અદ્ભુત યોગ શિબિરનો લાભ લઈને દરેક નાગરિકે પોતાના જીવનમાં આરોગ્ય, શાંતિ અને આનંદનો સંદેશ સ્વીકારવો જોઈએ તેવી સૌને હાર્દિક અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!