THARADVAV-THARAD

આનંદનગર પ્રા.શાળા થરાદ-૩ માં તિથિભોજન આપવામાં આવ્યું

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

થરાદ શહેરમાં આવેલી આનંદનગર પ્રાથમિક શાળા થરાદ-3 માં તારીખ 27/03/2026 ને શુક્રવાર ના રોજ શાળામાં ચાલતી આંગણવાડી તથા બાલવાટીકા તથા ધોરણ ૧ થી ૮ ના 910 બાળકોને તથા શાળા સ્ટાફને દાતાશ્રી પ્રજાપતિ દિનેશભાઇ રાણાભાઈ ગામ અભેપુરા તરફથી શાળાના ના બાળકોને ખુબજ પ્રિય એવું મોહનથાળ,પૂરી -શાક,દાળ-ભાત,પાપડ સાથેનું તિથિભોજન આપવામાં આવ્યું.બાળકોએ ખુબજ હોસે હોસે ભોજન લીધું.

 

આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ કે. મણવર તથા સ્ટાફ પરિવારે દાતાશ્રીને પુસ્તક તથા સ્મૃતિચિહન આપી સન્માનિત કરેલ. અને શાળા પરિવાર દાતાશ્રી ખુબજ પ્રગતી કરે તેવી શુભેચ્છાઓ પાઠવેલ.

 

Back to top button
error: Content is protected !!