હાલોલ:સ્વામી નારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે મંદિરનો ૧૩ મો પાટોત્સવ,રામનવમી તેમજ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટયોટસ્વની ઉજવણી કરાઈ

રિપોર્ટર.કાદિર દાઢી.હાલોલ
તા.૨૮.૩.૨૦૨૬
હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ સ્વામી નારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે શુક્રવારના રોજ મંદિરનો ૧૩ મો પાટોત્સવ,રામનવમી તેમજ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટયોટસ્વની હર્ષઉલ્લાસ સાથે ધાર્મિક વાતાવરણમા ઉજવણી કરવામાં આવી હતી.સાથે સાથે ભગવાન શ્રી સ્વામી નારાયણનો પ્રાગત્યોટસ્વ અને મંદિરની સ્થાપના દિનનાં ૧૩ મુ વર્ષ હોવાથી ત્રિવેણી ઉત્સવ ભારે ઉત્સાહ અને ધાર્મિક વાતાવરણ સાથે ઉજવાયો હતો જેમાં મંદિર પરિસર ખાતે ૮.૩૦ કલાકે સત્સંગ સભા અને રાત્રે ૧૦.૧૦ કલાકે પ્રાગત્યોટસ્વ આરતી કરવામાં આવી હતી.આ પ્રસંગે શ્રી સ્વામી નારાયણ નિષ્ઠા વિધા મંદિર નાં સંત સાધુ કેશવ સ્વરૂપ દાસ મહારાજ અને સાધુ સંત પ્રસાદ દાસ મહારાજની ઉપસ્થિતિમાં આ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હાલોલ સહિત આજુબાજુના ગામોમાંથી હરી ભક્તો ઉમટ્યા હતા અને ત્રિવેણી ઉત્સવ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.







