હાલોલ કંજરી ખાતે સ્વર્ગસ્થ ઠાકોર સાહેબ સરદાર ચંદ્રસિંહજી પરમારની પ્રતિમાનું અનાવરણ અને ચોકનું નામકરણ સમારોહ યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૮.૩.૨૦૨૬
તા.૨૭ માર્ચ શુક્રવારના રોજ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન ના જન્મોત્સવ નિમિત્તે હાલોલ તાલુકાના કંજરી ખાતે સ્વર્ગસ્થ ઠાકોર સાહેબ સરદાર ચંદ્રસિંહજી ફતેસિંહજી પરમાર ( કંજરી સ્ટેટ) ની પ્રતિમાનું અનાવરણ અને ચોકનું નામકરણ સમારોહ કંજરી શ્રી રામજી મંદિરના મહંત પ.પૂ.શ્રી રામશરણદાસજી મહારાજના કરકમલો દ્વારા તથા ઠાકોર સાહેબ સરદાર ચંદ્રસિંહજી ના સુપુત્ર અને હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ જયદ્રથસિંહજી પરમાર તેમજ કણજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર ની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાલોલ શહેર ભાજપા પ્રમુખ હરીશભાઈ ભરવાડ, હાલોલ નગર પાલિકા પ્રમુખ નીશાબેન દેસાઈ, કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડ, ભાજપા સંગઠનનાં હોદ્દેદારો તેમજ નગરપાલિકા સદસ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.










