GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર હવેલી શેરીમાં બાળકોની સાયકલ બાબતે ડખ્ખો, છ શખ્સો સામે પોલીસ ફરિયાદ

 

WAKANER:વાંકાનેર હવેલી શેરીમાં બાળકોની સાયકલ બાબતે ડખ્ખો, છ શખ્સો સામે પોલીસ ફરિયાદ

શહેરના દરબારગઢ રોડ પર આવેલી હવેલી શેરીમાં સામાન્ય બાબતે વકરેલા ઝઘડામાં એક મહિલા અને તેમના સાથી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં છ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

 



​મળતી માહિતી મુજબ, વાંકાનેરના દરબારગઢ રોડ, હવેલી શેરીના નાકે ‘ત્રીજી કૃપા’માં રહેતા જ્યોતિકાબેન બટુકભાઈ મેઘાણી (ઉ.વ. 52) એ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, શેરીમાંથી પસાર થવા જેવી સામાન્ય બાબતે અને આરોપીઓના બાળકોની સાયકલ લીધેલ હોવાના મનદુઃખમાં આ ઝઘડો થયો હતો. આરોપીઓએ જ્યોતિકાબેનના ઘર પાસે વારંવાર જઈને ગાળાગાળી કરી હતી. ઉશ્કેરાયેલા આરોપીઓએ જ્યોતિકાબેન અને તેમના સાથીને:​ગાળો ભાંડી ઢીકા-પાટુનો માર માર્યો હતો.​લાકડી વડે મુંઢમાર મારી ઈજા પહોંચાડી હતી.
​ઝપાઝપી દરમિયાન ફરિયાદીનો મોબાઈલ ફોન પણ તૂટી ગયો હતો.​પોલીસે 6 શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે:​ભાવનાબેન ભાવિનભાઈ કાગડા,​શીતલબેન મિલનભાઈ કાગડા,​નિરાલીબેન કાગડા,​સાવનબેન પ્રદીપભાઈ વાગડિયા
​ખુશ્બુબેન કાનાભાઈ વાળંદ,​પ્રદીપભાઈ વાગડિયા વાંકાનેર સીટી પોલીસે જ્યોતિકાબેનની ફરિયાદના આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!