BANASKANTHAGUJARATKANKREJ

સમી ખાતે સમેચા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી પીઠડ માતાજીનો નવરંગ માંડવાનું આયોજન કરાયું..

સમી ખાતે સમેચા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી પીઠડ માતાજીનો નવરંગ માંડવાનું આયોજન કરાયું..

સમી ખાતે સમેચા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી પીઠડ માતાજીનો નવરંગ માંડવાનું આયોજન કરાયું..

ચૈત્ર મહિનો એ ધાર્મિક કાર્યનો પવિત્ર મહિનો માનવામાં આવે છે આ મહિનામાં દેવી દેવતાઓની રમેલ (જાતર), પ્રતિષ્ઠા,યજ્ઞનું વધુ મહત્વ રહ્યું છે ત્યારે સમી ખાતે વાટાંવાસમાં બિરાજમાન સમેચા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી પીઠડ માતાજીનો માંડવાનું ભવ્ય આયોજન ચૈત્રસુદ-૯ ને શુક્રવાર તા.૨૭/૦૩/૨૦૨૬ ના રોજ રાત્રે કરવામાં આવ્યું.શુક્રવાર ની રાત્રે ભોજન પ્રસાદ લઈ મોરલ ધામ ના ભુવાજી સી.એન. પ્રજાપતિ,વાયડ થી ભુવાજી શૈલેષભાઈ રબારીના સાનિધ્યમાં શ્રી પીઠડ માતાજીના પઢિયાર ભુવાજી પ્રજાપતિ પ્રહલાદભાઈ બબાભાઈ ની ઉપસ્થિતિમાં શામજીભાઈ મહાદેવભાઈ, કનુભાઈ શામજીભાઈ, દિનેશભાઈ શામજીભાઈ, શૈલેષભાઈ કાનજીભાઈ, હાર્દિક કનુભાઈ સહીત પરિવાર દ્વારા શ્રી પીઠડ માતાજીની રમેલ યોજાઈ હતી.પધારનાર ભુવાજીઓએ રાત્રે રમેલની રમઝટ બોલાવેલ સવારે શુભ ચોઘડિયે સૂર્યદેવની સાક્ષી એ દેવી દેવતાઓને તેલ ફૂલ ચડાવેલ.દેવી દેવતાઓની આરતી ઉતારી સૌ છુટા પાડ્યા હતા.શ્રી આઠ પરગણા વઢિયાર પ્રજાપતિ સમાજ ગાંધીધામના પ્રમુખ રમેશભાઈ હરગોવનભાઈ,શ્રી ઊણ પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ રામજીભાઈ વાલપુરા, શૈલેશભાઈ પ્રજાપતિ અધગામ (પોલીસ) સહીત વિશાળ સંખ્યામાં ભુવાજીઓ તથા સગા સ્નેહીજનો હાજર રહ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો 99795 21530

Back to top button
error: Content is protected !!