હાલોલ:પોલીકેબ કંપનીના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટરના જન્મદિન નિમિતે કંપનીના ૧૩ માં યુનિટ ખાતે શ્રી ગણેશ યાગ સાકાર તુલાનુ આયોજન તેમજ રક્તદાન શિબિર યોજાઈ
રિપોર્ટર. કાદિર દાઢી. હાલોલ
તા.૨૮.૩.૨૦૨૬
હાલોલ સ્થિત વાયર બનાવતી પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર ના જન્મદિન નિમિતે હાલોલ ખાતે આવેલ કંપનીના ૧૩ માં યુનિટ ખાતે શ્રી ગણેશ યાગ સાકાર તુલા નું આયોજન તેમજ રક્તદાન શિબિર યોજવામાં આવ્યું હતું જેમાં ૧૯૯૨ કર્મચારીઓએ રક્તદાન કરી ઉજવણી કરવામાં આવી હતી.પોલીકેબ કંપની ના કર્મચારીઓ દ્વવારા કંપનીના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર ઇન્દ્ર ટી.જયસિંઘાની ના જન્મદિન ની ઉજવણી ૨૮ માર્ચ ના રોજ પ્રતિવર્ષે રક્તદાન એ મહાદાન એમ સાથે રક્તદાન કરી ઉજવણી કરે છે.જે અંતર્ગત આજ રોજ ભારત ભરમાં આવેલ પોલીકેબ કંપનીના દરેક યુનિટ ખાતે આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલોલ ખાતે આવેલ સાત યુનિટ પૈકી ચાર યુનિટ ખાતે રક્તદાન શિબિર નું આયોજન હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ સોશ્યલ વેલફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર હાલોલ, ઇન્દુ બ્લડ બેન્ક સહયોગ થી કરવામાં આવ્યું હતું જેમાં હાલોલ ખાતે ચારેવ યુનિટ માં ૧૯૯૨ કર્મચારીઓએ રક્તદાન કરવામાં આવ્યું હતું જયારે દમણ ૫૯૫ સહીત દેશ માં આવેલ તમામ પોલીકેબ કંપની ખાતે યોજાયેલ રક્તદાન શિબિર માં કુલ ૨૫૮૭ કર્મચારીઓએ રક્તદાન કરતા ઇતિહાસ રચ્યો છે.હાલોલ યુનિટ ખાતે યોજાયેલ શ્રી ગણેશ યાગ તેમજ રક્તદાન શિબિરમાં કંપનીના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર ઇન્દ્ર ટી.જયસિંઘાની કંપનીના ડાઈરેકટર રાકેશભાઈ તલાટી તેમજ નીરજભાઈ કુંદનની,સંતોષ સાવંત સહીતના ઉચ્ચ અધિકારી ખાસ ઉપસ્થિત રહી કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો. અને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ઇન્દ્ર ટી.જયસિંઘાનીઆ એ પોતાના જન્મદિવસની ઉજવણી કંપની કર્મચારીઓ દ્વવારા અનોખો રીતે કરતા સૌ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો જયારે પોલીકેબ કંપનીના હાલોલ યુનિટ ખાતે. કર્મચારી દ્વવારા ૧૯૯૨ જેટલા માતબર રક્ત યુનિટ એકત્રિત કરી આપતા પોલીકેબ સોશ્યલ વેલફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર તેમજ ઇન્દુ બ્લડ બેંક અને હાલોલ મહાજન આરોગ્ય મંડળ ના પ્રમુખ ભરતભાઈ પરીખે આભાર વ્યક્ત કર્યો હતો.












