MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરમાં તળાવો ભરવા માટે “ સૌની યોજના “ (3 KM વિસ્તાર) લિંક-૩, પેકેજ-૩ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

 

 

WAKANER:વાંકાનેરમાં તળાવો ભરવા માટે “ સૌની યોજના “ (3 KM વિસ્તાર) લિંક-૩, પેકેજ-૩ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

 

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના તળાવો / ચેકડેમો ભરવા માટે “ સૌની યોજના “ (3KM વિસ્તાર) લિંક-૩, પેકેજ-૩ નું ખાતમુહૂર્ત તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેરના હસ્તે કરવામાં આવ્યું. જેમાં વાંકાનેર તાલુકાના ચાંચડીયા ગામનું રાતડુ તળાવ, ચાંચડીયા ગામનું રામદેવપીર તળાવ, શેખરડી ગામનું લાવરીયુ તળાવ, શેખરડી ગામનું મોટું તળાવ, રાતડીયા ગામનું મોટું તળાવ, કાનપર ગામનું મચ્છોરા ડ્રેઇન, મહિકા ગામનો ચેકડેમ, સરોડી ગામનું તળાવ વગેરે ભરવા માટે ડાયા D.I./ HDPE પાઈપલાઈન કનેક્શન દ્વારા પાઈપલાઈન/ સ્કોર વાલ્વ અને તમામ સંલગ્ન કાર્યોનું ખાતમુહૂર્ત આજ રોજ વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેરના હસ્તે કરવામાં આવ્યું જેમાં આજુબાજુ ગામના સરપંચો, આગેવાનો તેમજ ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.


આ તકે જિજ્ઞાસાબેન મેરે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સિંચાઈ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ અને કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે “સૌની યોજના” (3KM વિસ્તાર)ને સાકળતા તળાવો/ ચેકડેમોના કામનું ખાતમુહૂર્ત કરતા સહિત ત્રિવેણી ઠાંગા સિંચાઈ યોજના હેઠળ મેસરીયા મહાલના મેસરીયા, ઠીકરીયાળા, ભલગામ, જાલિડા, સમઢીયાળા, રાતડીયા, મહિકા ગામોને સિંચાઈ માટે તળાવો ભરવાના કામને મંજુરી મળી ગઈ છે.સાથો સાથ આ યોજનામાં હજુ બાકી રહેતા વિવિધ ગામોના તળાવો જોડવાનું કામ કાર્યરત છે. મા નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે મળતાં વિસ્તારના માતાઓ-બહેનોનું જીવન વધુ સરળ બનશે અને ખેડૂતોને ખેતીમાં મોટો લાભ થશે. વર્ષો સુધી પાણીની ભયંકર અછત જોઈ ચૂકેલા વાંકાનેરના મેસરીયા મહાલના લોકો તો પાણીની કિંમત સારી રીતે સમજે છે જણાવતા જળ સંચયને જીવનનું અભિન્ન અંગ બનાવવા જિજ્ઞાસાબેને આગ્રહ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!