MORBI:મોરબી જલારામ ધામ ખાતે ૪ થી એપ્રિલે વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

MORBI:મોરબી જલારામ ધામ ખાતે ૪ થી એપ્રિલે વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
અત્યાર સુધીના ૫૪ કેમ્પમાં ૧૫,૨૩૬ દર્દીઓએ લીધો લાભ; ૬,૯૭૨ લોકોના સફળ ઓપરેશન સંપન્ન
શહેરના અયોધ્યાપુરી રોડ પર આવેલા શ્રી જલારામ ધામ ખાતે આગામી ૪ એપ્રિલ ૨૦૨૬, શનિવારના રોજ ભવ્ય વિનામૂલ્યે નેત્રમણી અને નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સ્વ. રમણીકભાઈ જગજીવનભાઈ પોપટના સ્મરણાર્થે પોપટ પરિવાર (હ. નીતિનભાઈ, દીપકભાઈ – રિદ્ધિ ફટાકડા, ચેરમેન-મોરબી નાગરિક બેંક) ના સહયોગથી યોજાશે.
તારીખ: ૪-૪-૨૦૨૬, શનિવાર સમય: સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ કલાક સ્થળ: શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી.
સહયોગ: શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી.આ કેમ્પમાં રાજકોટની પ્રખ્યાત રણછોડદાસજી બાપુ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો ડો. બળવંતભાઈ, ડો. સુદામા અને તેમની ટીમ દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવશે.: ટાંકા વગરનું ઓપરેશન, અત્યાધુનિક ફેકો મશીન દ્વારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) બેસાડવામાં આવશે.: ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા, રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા અને ટીપાં વગેરે તમામ સુવિધાઓ સંસ્થા દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. કેમ્પમાં તપાસ માટે આવનાર દરેક દર્દીએ પોતાનું આધાર કાર્ડ સાથે રાખવું ફરજિયાત છે. આ કેમ્પ માટે કોઈ એડવાન્સ બુકિંગની જરૂર નથી.ઉલ્લેખનીય છે કે દર મહિનાની ૪ તારીખે યોજાતા આ સેવાકીય યજ્ઞમાં છેલ્લા ૫૪ મહિનામાં કુલ ૧૫,૨૩૬ લોકોએ તપાસનો લાભ લીધો છે અને ૬,૯૭૨ જરૂરિયાતમંદ દર્દીઓના વિનામૂલ્યે સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે.વધુ માહિતી માટે નીચેના નંબરો પર સંપર્ક કરવા જલારામ ધામ દ્વારા યાદીમાં જણાવાયું છે:ગીરીશભાઈ ઘેલાણી: ૯૮૨૫૦ ૮૨૪૬૮
હરીશભાઈ રાજા: ૯૮૭૯૨ ૧૮૪૧૫ નિર્મિતભાઈ કક્કડ: ૯૯૯૮૮ ૮૦૫૮૮ અનિલભાઈ સોમૈયા: ૮૫૧૧૦ ૬૦૦૬૬








