ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી આજે વધુ 04 ઉમેદવારો દ્વારા 11 ઉમેદવારી પત્ર મેળવવામાં આવ્યા

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી આજે વધુ 04 ઉમેદવારો દ્વારા 11 ઉમેદવારી પત્ર મેળવવામાં આવ્યા
તાહિર મેમણ – આણંદ – 01/04/2026 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે તા. 23 મી એપ્રિલ ના રોજ મતદાન થનાર છે. તે માટે 111- ઉમરેઠ વિધાનસભા ના ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દ્વારા તારીખ 30 માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવા માટે નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
જે અન્વયે 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે તા.30-03-2026 થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ છે.
ઉમેદવારી પત્રો ભરવાના આજના બીજા દિવસે 04 ઉમેદવારો દ્વારા 11 ઉમેદવારી પત્ર મેળવવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા દિવસે 03 ઉમેદવારો દ્વારા 07 ઉમેદવારી પત્રો મેળવવામાં આવ્યા હતાં, આમ, અત્યાર સુધીમાં કુલ 07 ઉમેદવારો દ્વારા 18 ઉમેદવારી પત્રો લેવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી એક પણ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું ન હોવાનું ચૂંટણી અધિકારી શ્રી એ જણાવ્યું છે, વધુમાં ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ જાહેર રજાના દિવસો સિવાય આગામી તા.06-04-2026 સુધી સવારે 11:00 કલાકથી બપોર બાદ 15-00 કલાક સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે.
ઉમેદવારી પત્રો મામલતદાર કચેરી, ઉમરેઠ ખાતે ચૂંટણી અધિકારી દ્વારા અને મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા સ્વીકારવામાં આવશે.





