AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEDHROLGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARATJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

રાષ્ટ્રભાવના તરંગો વહાવતુ “વંદે માતરમ”

રાજકોટ જિલ્લામાં ‘વંદે માતરમ@૧૫૦ વર્ષ’ અભિયાનની ગૌરવપૂર્ણ ઉજવણી

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

જન-જનના હૃદયમાં રાષ્ટ્રભાવના જગાડતું ‘વંદે માતરમ્’નું સામૂહિક ગાન

જામનગર (ભરત ભોગાયતા)

 

પ્રાદેશીક કચેરી,માહિતી વિભાગ,રાજકોટ કચેરીએથી ખાસ લેખ સંયુક્ત નિયામક મીતેશ મોડાસીયા,ના.મા.ની. સોનલબેન જોષીપુરા અને ગુજરાત સરકાર વડા મથક કક્ષાની કચેરીના તંત્રી વિભાગ લગત અધીકારીઓ તેમજ પ્રાદેશીક કચેરીના તંત્રી વિભાગ લગત સૌ સિનીયરોના માર્ગદર્શન તેમજ પોતાના બહોળા અનુભવ સાથે માર્ગીબેન મહેતાએ “વંદે માતરમ” અંગે રાજકોટ જીલ્લામાં ઉજવણીની માહિતી આવરી લીધી છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇમોદીએ “વંદે માતરમ” ને રાષ્ટ્રનો ધબકાર કહ્યો છે

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીતભાઇ શાહએ “વંદે માતરમ” નેભારત માતાને વંદન સાથે વિવિધતાના દર્શન કરતુ ગાન જણાવ્યુ છે

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ “વંદે માતરમ ” ના ગાનથી રાષ્ટ્ર પ્રેમના તરંગોની અનુભૂતી થાય છે તેમ જણાવ્યુ હતુ

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી એ “વંદે માતરમ”ને દેશભક્તિના સ્પંદન ઉજાગર કરતુ ગાન જણાવ્યુ છે…………તેવા  ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિકારીઓના પ્રેરણા સ્ત્રોત બનેલા રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે સમગ્ર દેશમાં ‘વંદે માતરમ્’નું સામુહિક રીતે ગાન કરવામાં આવી રહ્યું છે. ‘વંદે માતરમ્’ અભિયાનના બીજા તબક્કા અંતર્ગત ગત ૨૩થી ૩૧ માર્ચ, ૨૦૨૬ દરમિયાન રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના વધુ પ્રબળ બને તેવા આશય સાથે આયોજિત આ અભિયાને રાજકોટ શહેર અને જિલ્લામાં લોકોના હૃદયમાં રાષ્ટ્રભાવના જગાડી હતી.

રાજકોટ જિલ્લામાં આ અભિયાનને જનભાગીદારી સાથે ઉજવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ. ૭૫૧ કરોડના વિકાસના વિવિધ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે તેમજ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી રામમોહન નાયડુ કિન્જરાપુની અધ્યક્ષતામાં આયોજિત જનસુવિધાઓના કાર્યક્રમમાં ‘વંદે માતરમ’નું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, હેમુ ગઢવી હોલ ખાતે નાટકના કાર્યક્રમમાં ઉપસ્થિતોએ એકસાથે રાષ્ટ્રગીતના સૂર રેલાવીને વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું.

આ ઉપરાંત, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિતેશભાઈ દીહોરાના માર્ગદર્શન હેઠળ યુવાપેઢીમાં રાષ્ટ્રીય ગૌરવની ભાવના મજબૂત થાય, તે હેતુસર કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજ ખાતે સમૂહ ગાન અને પદયાત્રા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થિનીઓએ સૂત્રોચ્ચાર સાથે રાષ્ટ્રભાવનાનો સંદેશ ફેલાવ્યો હતો. તેમજ કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થિનીઓએ સમૂહમાં ‘વંદે માતરમ’નું ગાન કરતા વાતાવરણ દેશભક્તિપૂર્ણ બન્યું હતું.

આ ઉજવણી દરમિયાન સમગ્ર રાજ્યની શાળાઓ-કોલેજોમાં ‘વંદે માતરમ્’ અને દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાઓ યોજાઈ હતી. આ અભિયાનમાં સરકારી અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, યુવાનો અને સામાન્ય નાગરિકોએ જોડાઈને માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

____________

આ પ્રસંગે વિશેષમાં આપણે કહી શકીએ કે રાષ્ટ્રગાન એકસુત્રતાનુ પ્રતીક છે આપણને સૌ ને જોડી રાખે છે આ ગાનમા ઓતપ્રોત થનારના રૂંવાડા ઉભા થઇ જાય ,આદરભાવ ઉભરે,વિવિધતાના વેરભવની પ્રતીતી થાય તેમજ એક લય એક સૂરનુ શ્રવણ લોકપ્રીય બની રહે છે. વંદે માતરમ વિષે કંઇ લખીએ એ આપણા માટે સન્માનની ક્ષણ હોય છે.દાયકાઓથી અખંડભારત અને બાદમાં ભારતની ભોમકાના  સૌ નાગરીકોને સ્પર્શતુ આ ગાન આપણી સર્વોચ્ચ શોભા છે.
_____________

—રીગાર્ડઝ

ભરત જી.ભોગાયતા

B.sc.,Ll.b.,dny (GAU),journalism (hindi),Ind.relation &personnel mamg.(dr.rajendraprasad uni.)

પત્રકાર since 1997

જામનગર

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!