MORBI:મોરબી: ઘુંટુ ગામે ૬૮ વર્ષીય વૃદ્ધે કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું




MORBI:મોરબી: ઘુંટુ ગામે ૬૮ વર્ષીય વૃદ્ધે કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના ઘુંટુ ગામે ૬૮ વર્ષીય વૃદ્ધે લાંબા સમયથી ચાલી રહેલી બીમારીથી કંટાળી કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. બે દિવસ બાદ ગ્રામ પંચાયતના કૂવામાંથી મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા અપમૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

મોરબી તાલુકાના ઘુંટુ ગામમાં દુઃખદ બનાવ સામે આવ્યો છે, જેમાં ભવાનભાઈ માલાભાઈ રાઠોડ ઉવ.૬૮ નામના વૃદ્ધ છેલ્લા એક વર્ષથી બીમાર હોય જે બીમારીથી કંટાળી તા.૨૯/૦૩/૨૦૨૬ના રોજ બપોરના સમય દરમિયાન પોતાના ઘરેથી નીકળી ગયા હતા અને ત્યારબાદ ગામ પાછળ તળાવના કાંઠે આવેલ ગ્રામ પંચાયતના કૂવામાં ઝંપલાવી દીધું હતું. આ ઘટનાની જાણ તા.૦૧/૦૪/૨૦૨૬ના રોજ થઈ, જ્યારે કૂવામાંથી તેમની લાશ મળી આવી હતી. બનાવ અંગે પોલીસ તપાસમાં મૃતકના પુત્ર દેવજીભાઈ ભવાનભાઈ રાઠોડે આપેલ પ્રાથમિક વિગતોને આધારે તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.


