
તા.૦૩.૦૪.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:
ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે આવેલ મહુનાળા તળાવમાંથી અજાણ્યા ઇસમની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સવારના સમયે ગ્રામજનોએ તળાવમાં લાશ તરતી જોવા મળતા તરત જ ગરબાડા પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને બહાર કાઢી અને હાલ તેની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક રીતે મોતનું કારણ સ્પષ્ટ નથી—આ વ્યક્તિ તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યો છે કે તેની હત્યા કરવામાં આવી છે તે અંગે સચોટ માહિતી તપાસ પૂર્ણ થયા બાદ જ બહાર આવશે.પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં પૂછપરછ કરવામાં આવી રહી છે અને વધુ વિગતો મેળવવા પ્રયત્નો ચાલુ




